PM મોદી આજે 11 વાગ્યે તેમના સત્તાવાર નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ વિજેતાઓને મળશે અને કરશે સમ્માન
- કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓને મળશે પીએમ મોદી
- આજે 11 વાગ્યે કરશે ખાસ સમ્માન
દિલ્હીઃ- કોમન વેલ્થ ગેમ્સ 2022મા ભારતીય રમતવીરોએ ભારતનું નામ રોશન કર્યું છે ભારતનો આ સિઝનમાં દબદબો જોવા મળ્યો છે, ત્યારે હવે દેશના પ્રધાનમંત્રી મોદી રમતવીરો સાથે ખાસ મુલાકાત કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી પરત ફરેલ ભારતીય ટીમને મળશે.પીએમ મોદીએ કહ્યું કે રમતગમતમાં આપણા ખેલાડીઓની સિદ્ધિઓ પર સમગ્ર રાષ્ટ્રને ગર્વ છે.
Looking forward to interacting with India's CWG 2022 contingent at my residence tomorrow, 13th August at 11 AM. The entire nation is proud of the accomplishments of our athletes at the games.
— Narendra Modi (@narendramodi) August 12, 2022
આ બાબતે પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, “હું 13મી ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે મારા નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભાગ લઈને પરત ફરેલી ભારતીય ટુકડીને મળવા માટે ઉત્સુક છું. રમતગમતમાં આપણા ખેલાડીઓની સિદ્ધિઓ પર સમગ્ર દેશને ગર્વ છે.
આ અગાઉ, વડા પ્રધાને બર્મિંગહામ જતા પહેલા ભારતીય ટુકડી સાથે પણ વાતચીત કરી હતી જ્યારે તેમણે તમામ એથ્લેટ્સને શુભેચ્છા પાઠવી હતી અને તેમને સલાહ આપી હતી કે તેઓ તેમની પાસેથી અપેક્ષાઓ વિશે ન વિચારે અને તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન કરે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સમાપ્ત થયેલ મેડલ લીસ્ટમાં ભારત 22 સુવર્ણ ચંદ્રકો સાથે ચોથા સ્થાને છે અને એકંદરે 61 મેડલ જીત્યા છે.