વિકેન્ડમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ભારે જમાવડો – દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી
- સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
- દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી
- વાહનોનું પાર્કિંગ પણ ફૂલ જોવા મળ્યું
સાહીન મુલતાનીઃ-
ગીર સમોનાથઃ– હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો બીજી તરફ રક્ષાબંધનની રજાઓ પણ ચાલી રહી છે તો વળી 1 દિવસ બાદ સ્વતંત્રતા પર્વનો દિવસ છે ત્યારે લાંબી 4 – 5 દિવસોની રજાઓમાં લોકો ઘરની બહાર ફરવા નીકળી રહ્યા છે ત્યારે શ્રાવણ માસ હોવાને કારણે પ્રવાસીઓની પ્રથમ પસંદ સોમનાથ તીર્થ બન્યું છે.
આજે શનિવારના રોજ સોમનાથ પ્રથમ જ્યોર્તિંલિંગના દર્શન કરવા ગુજરાત ભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા, સાથે જ મંદિરની અંદર દર્શન કરવા માટે લાંબી લાઈન લાગેલી જોવા મળી હતી. દૂર દૂરથી આવતા પ્રવાસીઓના વાહનો પણ પાર્કિંગમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા.
સાથે જ સાંજની આરતી માટે અનેક શ્રધ્ધાળુઓ લાઈનમાં ઊભા હતા, આ સાથે જ બપોર બાદ ઘીમીઘારે પડી રહેલા વરસાદે સોમનાથ મંદિરના નજારાને અદ્ભૂત બનાવ્યો હતો. એક તરફ વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ સૂર્ય નીકળ્યો હતો ત્યારે સોમનાથી મંદિરની ઘજાનો નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, લોકો રસ્તા ઉપર ઊભા રહીને પોતાના ફોનમાં ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.
આ સાથે જ સોમનાથના દરિયાની મજા માણવા સહેલાણીઓ પહોંચ્યા હતા, આજૂ બાજૂ દુકાનવાળાઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે શ્રાવણ માસ હોવાના કારણે તેમના ઘંઘા રોજગાર પર સારી અરસ થી રહી છે, બહારથી આવતા પ્રવાસીઓને કારણે ઘંઘામાં તેજી જોવા મળી રહી છે.
બીજી તરફ જો હોટલો અને ભઓજનાલયોની વાત કરીએ તો શનિવાર ,રવિવાર હોવાના કારણે તથા એક દિવસ બાદ સોમવાર હોવાના કારણે ભારે પ્રમાણમાં પ્રવાસીઓ અહીં આવી પહોચ્યા હતા જેને લઈને હોટલો પણ ફૂલ જોવા મળી હતી. ત્યારે અનેક ભોજનાલયોમાં બપોરના સમયે પણ વેટિંગ જોવા મળ્યું હતું,
આ સાથે જ ત્રિવેણી સંગમ પર પણ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. તો બીજી તરફ રામ મંદિરમાં પણ ભક્તોનું ઘોડા પુર આવ્યું હતું, આ સાથે જ અહીના વાતાવરણના કારણે ગીતા મંદિરના દ્રશ્યો કુદરતી સાનિધ્યના મનમોહક બન્યા હતા.