આ રાજ્યમાં હવે સામૂહીક ધર્માંતરણ પર પ્રતિબંધ લાગ્યો – 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ
- હિમાચલ પ્રદેશમાં સામૂહીક ધર્માંતરણ પર પ્રતિબંધ
- આમ કરવા પર 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ
શિમલાઃ- સામાન્ય રીતે દેશના કેટલાક રાજ્યોમાં સામૂહીક ઘર્માતંરણની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે કેટલીક રાજ્યની સરકાર આ માટે સખ્ત કાયદાઓ લાવી રહી છે તેજ શ્રેણીમાં હવે હિમાલચ પ્રદેશે પણ સામૂબહિક ધર્માતંરણ પર હવેથી પ્રતિબંધ મૂક્યો છે.
આ પહેલા અનેક બીજેપી રાજ્યો આ કરી ચૂક્યા છે ત્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે સામૂહિક ધર્માંતરણ સંબંધિત કાયદો પસાર કર્યો. આ નવા કાયદા હેઠળ બળજબરીથી ધર્માંતરણ કરાવવા પર હવે 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરી છે. અગાઉ આવું કરવા માટે સાત વર્ષની જેલની જોગવાઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશ સરકારે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા બિલ, 2022 વિધાનસભામાં સર્વસંમતિથી અને અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યું છે.
કોને કહેવાશે સામૂહિક ઘર્માંતરણ
આ બિલમાં સામૂહિક ધર્માંતરણની વ્યાખ્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ એક જ સમયે બે કે તેથી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરે છે તો તે સામૂહિક ધર્મ પરિવર્તનની શ્રેણીમાં આવશે અને તેની સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે જયરામ ઠાકુરની આગેવાનીવાળી સરકારે શુક્રવારે બિલ રજૂ કર્યું હતું. તે હિમાચલ પ્રદેશ ફ્રીડમ ઑફ રિલિજિયન એક્ટ, 2019નું વધુ કડક સંસ્કરણ છે, જે 18 મહિના પહેલા અમલમાં આવ્યું હતું