શું તમને ખબર છે? આમલીના પાન વાળને કાળા રાખવામાં મદદ કરે છે
ટેન્શન, સમસ્યા, ચિંતા, ભાગદોડવાળું જીવન, પ્રદૂષણ, અનિયમીત જમવાનું આ બધી આદતો અને સમસ્યાને કારણે વાળને અસર થતી હોય છે. ક્યારેક કોઈને વાળ સફેદ થઈ જાય છે તો ક્યારેક કોઈને વાળ ખરવા લાગે છે.કોઈને વાળને લગતી અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. આવામાં વાળને કાળા રાખવા પણ એક મોટો પડકાર છે અને આવું કેમ થતું કેવી રીતે રોકી શકાય તે દરેક વ્યક્તિએ જાણવા જેવું છે.
સૌથી પહેલા તો વાળને કાળા રાખવા માટે આમલીના પાનનો ઉપયોગ કરી શકાય છે, જેમાં ત્વચા અને વાળ બંનેની કાળજી માટે આમલીનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય છે. આ જ રીતે આમલીના પાનનો ઉપયોગ પણ વાળને કુદરતી રીતે કાળા કરવા માટે કરવામાં આવે છે. આમલીના પાન વાળના અકાળે સફેદ થવા માટે નેચરલ હેર ડાઈ તરીકે કામ કરે છે.
તેનો ઉપયોગ કરવાની રીત એ છે કે મુઠ્ઠીભર આમલીના પાનને એક લિટર પાણીમાં ઉકાળો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય અને પછી તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ કરો.
પછી, તેને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યારે પણ તમારે શેમ્પૂ કરવું હોય તો તે પહેલા વાળમાં સ્પ્રે કરો.