ઓલિવ ખાવાના ફાયદા વિશે જાણો છો? જો નહી તો હવે જાણીલો
- અનેક અભ્યાસ પ્રમાણે ઓવિલ ઓઈલ્સ ખૂબજ ગુણકારી
- હ્દય રોગની બીમારીમાં આ ઓઈલનું સેવન ફાયદાકારક
- ચરબી થતા અટવા છે ઓલિવ ઓઈલ
આપણા રોજીંદા જીવનમાં જે વસ્તુ ખાવા પીવામાં આવે છે તેની કાળજી આપણે લેવી જોઈએ જેથી કરીને નાની મોટી બીમારીઓથી બચી શકાય, જેમ કે રસોઈમાં વાપરવામાં આવતું તેલનું મહત્વ આપણા જીવન સાથે સીધેસીધુ સંકળાયેલું છે, આપણે કયા પ્રકારનું ખાદ્ય ઓઈલ પસંદ કરીએ છે તે આપણું સ્વાસ્થ્ય સારીુંરહેશે કે ખરાબ તે નક્કી કરે છે, આજે આવા જ એક ઓઈલ જે વિશ્વભરમાં જાણીતું છે જેને ખોરાકમાં ખાવાથઈ ઘણા લાભ થા છે.
ઓલિવ્સ ખાવાથી થતા કેટલાક ફાયદાઓ
ઓલિવ ઓઈવ એન્ટીઓકિસડન્ટો અને મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સથી ભરપૂર આ તેલનું સેવન કરવાથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
ઓલિવ ઓઇલમાં કેલ્શિયમની માત્રા ખુબ હોય છે. તેથી ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી અથવા અન્ય રીતે તેને ઉપયોગમાં લેવાથી ઓસ્ટિઓપોરોસિસ જેવી બિમારીઓથી રાહત મળે છે.
ઓલિવ ઓઇલમાં ફેટ સાવ ઓછી હોવાથી તમારુ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. સાથે સાથે તેને ખાવાથી બોર્ડર લાઇન ડાયાબિટીસ થવાનો ખતરો લગભગ 50 ટકા જેટલો ઘટી જાય છે.
લાંબા સમય સુધી આહારમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલી ચરબી ઓટોમેટિક ઘટવા લાગે છે. તેનાથ મેદસ્વીતા ઘટે છે અને તે પણ હેલ્ધી રીતે.
ઓલિવ તેલમાં રહેલા એન્ટીઓકિસડન્ટ શરીરને સેલ્યુલર ડેમેજથી બચાવે છે, જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડી શકે છે.કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકો ઓલિવ તેલનું સેવન કરે છે તેઓનું આયુષ્ય લાંબું હોય છે. અન્ય લોકોની સરખામણીમાં આવા લોકોમાં હૃદયરોગનું જોખમ પણ ઘણું ઓછું થાય છે
આ સાથે જ . કેટલાક અભ્યાસોમાં તેને હૃદયરોગ નિવારક દવા તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ઘટાડવા માટે દરરોજ લગભગ 20 ગ્રામ અથવા બે ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલની ભલામણ કરે છે.એક્સ્ટ્રા વર્જિવ ઓલિવ તેલમાં રહેલા સંયોજન તત્વો નર્વસ સિસ્ટમનું રક્ષણ કરે છે, જેથી ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.