જમ્મુ-કાશ્મીર: શોપિયાંના કુટપોરામાં સર્ચ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો,જવાબી કાર્યવાહી બાદ આતંકીઓ ભાગ્યા
- કુટપોરામાં સર્ચ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો
- આતંકીઓએ સર્ચ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યા
- અંધારાના કારણે આતંકીઓ ભાગી ગયા
- સુરક્ષા દળોએ હથિયારો-દારૂગોળો જપ્ત કર્યો
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કુટપોરામાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.સર્ચ દરમિયાન આતંકીઓએ સર્ચ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યા હતા.જોકે,અંધારાના કારણે આતંકીઓ ભાગી ગયા હતા.પોલીસ અને સુરક્ષા દળોએ એક ઘરની અંદર છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો અને હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો.
બડગામ અને શ્રીનગર જિલ્લામાં સોમવારે આંતકીઓએ બે ગ્રેનેડ હુમલા કર્યા હતા. બડગામના ગોપાલાપુરા ચાડુરા વિસ્તારમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.આ હુમલામાં કરણ કુમાર સિંહ નામનો વ્યક્તિ ઘાયલ થયો હતો.આ પછી આતંકીઓએ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર ગ્રેનેડ ફેંક્યો હતો.આ હુમલામાં એક પોલીસ કર્મચારીને થોડી ઈજા થઈ હતી.જે બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
ગઈકાલે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સફરજનના બગીચામાં આતંકવાદીઓના હુમલામાં એક કાશ્મીરી પંડિતનું મોત થયું હતું જ્યારે તેનો ભાઈ ઘાયલ થયો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકની ઓળખ સુનીલ કુમાર તરીકે થઈ છે. જ્યારે પિન્ટુ કુમાર હુમલામાં ઘાયલ થયો હતો.