1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર અભ્યારણ્ય, ખળખળ વહેતા ઝરણાને લીધે અનોખો નજારો
અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર અભ્યારણ્ય, ખળખળ વહેતા ઝરણાને લીધે અનોખો નજારો

અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર અભ્યારણ્ય, ખળખળ વહેતા ઝરણાને લીધે અનોખો નજારો

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે જિલ્લાની બનાસ સહિત તમામ નદીઓ બેકાંઠા બની છે. તેમજ વરસાદી માહોલમાં અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેસોર અભયારણ્યની મુલાકાતે આવતા પર્યટકો  ખળખળ વહેતા ઝરણાં અને સોળે કળાએ ખીલેલી વનરાજીના નયનરમ્ય નજારાને જોઈ ઝૂમી ઉઠે છે.

ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી સારોએવો વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના દાંતીવાડામાં બુધવારે આઠ ઈંચ, પાલનપુર,અને  ડીસા, ચાર ઈંચ અને અમીરગઢમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઉનાળા દરમિયાન બનાસકાંઠાએ પાણીની સમસ્યાનો વિકટ સામનો કર્યો હતો. હવે ચોમાસામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. બનાસ નદી બેકાંઠે વહી રહી છે. અંબાજી જતા રસ્તા પર દાંતા નજીક હાઈવે પર નાની ભેખડ પડતા તંત્રએ ત્વરિત કામગીરી હાથ ધરીને રોજ પરથી પથ્થરો દુર કર્યા હતા.અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.

સારા વરસાદને કારણે બનાસકાંઠાની ધરા લીલીછમ બની ગઈ છે. અરવલ્લીની પર્વતમાળા લીલીછમ બનતા અનોખો નજારો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સારા વરસાદને લઇ અમીરગઢ તાલુકાના જેસોર અભયારણમાં ઝરણાં જીવંત બન્યા છે. જેથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેસોરમાં આવેલા કેદારનાથ મહાદેવના દર્શન કરવા શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે અને જેસોર અભ્યારણમાં નવપલ્લવિત વનરાજીનો પણ લાવો લેતા હોય છે. વરસાદના કારણે નદીનાળાં પર્વતોમાંથી ખળખળ ઝરણાંઓ વહી રહ્યા છે.ખળ ખળ વહેતા ઝરણાંનો નજારો જોઈને  કેદારનાથ દર્શન કરવા આવતા લોકો જેસોર અભ્યારણની લીલીછમ વનરાજી જોઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે ચોતરફ લીલી ચાદર પથરાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code