જન્માષ્ટમીમાં તમારા બાળકોને આ રીતે બનાવો બાલગોપાલ, જોઈલો કેટલીક ખાસ ટ્રિક
- જન્માષ્ટમી પર બાળકને બનાવો બાલગોપાલ
- આભૂષણો અને વસ્ત્રોથી બાળકને આપો કાન્હાનો લૂક
આ વર્ષે જન્માષ્ટમી 18 ઓગસ્ટે અને 19 ઓગસ્ટે એમ બે દિવસ મનાવાઈ રહી છે. આ તહેવાર ખઆસ બાલ કૃષ્ણના જન્મનો ઉત્સવ છે, આ તહેવાર પર દરેક માીતા પિતા પોતાના પુત્રને બાલ ગોપાલનું રૂપ આપે છે.આ સાથે જ શાળાઓમાં પમ બાળક કૃષ્ણ બનીને જતો હોય છે તેનો શૃંગાર ખાસ મહત્વ ધરાવે છે તો જોઈલો તમે પણ તમારા પુત્રને કાન્હા જેવો લુક આપવા માટે અમે સ્ટાઇલ ટિપ્સ.
ધોતી- ધોતી એ છોકરાઓ માટે પરંપરાગત ભારતીય પોશાક છે. કૃષ્ણ બનાવવા માટે તમારે પુત્ર માટે સુંદર ધોતીની જરૂર પડશે જો ખાસ કરીને પીળો રંગ બેસ્ટ છે.નહી તો તમે તમારા મનપસંદ રંગમાં ધોતી ખરીદી શકો છો. આ સાથે જ લાલ રંગ વધુ શોભે છે.
મોર પીંછાનો તાજ– પુત્ર કાન્હા બનાવવા માટે મુગટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તમારા પુત્રને બાળ કૃષ્ણ બનાવવા માટે મોર પીંછાનો મુગટ પહેરાવવો જોઈએ. જો મુગટ બનાવાની સુવિધા ન હોય તો માત્ર 2 3 મોરના પીંછાને પીળા રંગની પાધડી બાંધીને ખોસી દો
મોતીની માળા – બાળ ગોપાળ બનવા માટે તમે તમારા પુત્રને ફભૂરા રંગની મોતીની માળા અથવા સફેદ રંગની મોતીની માળા ગળામાં પહેરાવી શકો છો.
વાંસળી- ભગવાન કૃષ્ણને ‘મુરલીધર’ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે ‘મુરલી’ અથવા વાંસળીને શણગારનાર. એવું માનવામાં આવે છે કે કૃષ્ણએ ઘણી મંત્રમુગ્ધ ધૂન વગાડી હતી અને પોતાની વાંસળી વડે દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાન્હાનો દેખાવ બનાવવા માટે,તેના હાથમાં વાંસળી ચોક્કસ રાખજો
મેકઅપ- કૃષ્ણ સ્વરૂપનો આગળનો આવશ્યક ભાગ ‘તિલક’ છે, જે કપાળ પર લગાવવામાં આવે છે. અન્ય કોઈપણ પ્રકારનો મેકઅપ લગાવવાનું ટાળો. કારણ કે તે તેની નાજુક ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત, તમારા બાળકની આંખોમાં કાજલ અથવા લાઇનર ન નાખો.
ઘરેણાઓ – બાળ કૃષ્ણ માટે ખાસ વસ્તુ આભૂષણ છે. આભૂષણો વિના, ભગવાન કૃષ્ણનું રુપ અધૂરું લાગે. કૃષ્ણ બનતા વખતે તમે પુત્રને નેકલેસ, બ્રેસલેટ, એંકલેટ પહેરાવી શકો છો વાળમાં ચોટલી બાઁધીને ત્યા મોતીની સેર લગાવી શકો છો.