ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણયઃ જમ્મુ-કાશ્મીરમાં રહેતા પરપ્રાંતિયો પણ હવે કરી શકશે મતદાન
- ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણણ
- જમ્મુ-કાશ્મીરમાં રહેતા પરપ્રાતિંયો પણ હવે કરી શકશે મતદાન
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાંથી રાજ્યને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કર્યા બાદ પ્રદેશમાં ઘણા પરિવર્તનો આવ્યા છે ત્યારે હવે ચૂંટણીપેચ દ્રારા જમ્મુ કાશ્મીરને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે જમ્મુ કાશ્મીરમાં રહેતા પરપ્રતિંયોને પણ મતદાન કરવાનો અધિકાર અપાશે.
મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારે બુધવારે આ જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં બિન-સ્થાનિક લોકો મતદાન કરી શકે છે. તેમણે કહ્યું કે જે લોકો જમ્મુ-કાશ્મીરમાં ભણવા આવ્યા છે તે પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકે છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી રાજકારણમાં ગરમાચો જોવા મળેયો છે. વિરોધ પક્ષના નેતાઓએ પંચના નિર્ણયની ટીકા કરી છે.કોંગ્રેના અનેક નેતાઓ એ આ નિર્ણય પર સવાલો ઊભા કર્યા છે.
અન્ય રાજ્યોના સશસ્ત્ર દળોના કર્મચારીઓ કે જેઓ J&Kમાં શાંતિ સ્ટેશનો પર તૈનાત છે તેઓ પણ તેમના નામ મતદાર યાદીમાં ઉમેરી શકે છે.આ સાથે જ જમઆવામાં આવ્યું છે કે 15 સપ્ટેમ્બરથી મતદાર યાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે જે 25 ઓક્ટોબર સુધી ચાલુ રાખવામાં આવશે.