દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એક્શનમાં – માહિતી પ્રસારણ મંત્રાલયે પાકિસ્તાન સહીતની 8 યૂટ્યુબ ચેનલ બ્લોક કરી
- મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને લીધો મહત્વનો નિર્ણય
- પાકિસ્તાની ચેનલ સહીત 8 યુટ્યૂબ ચેનલને બ્લોક કરી
દિલ્હીઃ- દેશની સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને લઈને હંમેશા સતર્ક છે, દેશની સુરક્ષાને કોઈપણ હાનિ પહોંચે તે પહેલા જ સરકાર દ્રારા એક્શન લેવાઈ જાય છે ત્યારે આજરોજ વધુ એક એક્શન યુટ્યૂબ ચેનલને લઈને લેવામાં આવી છે જે અંતર્ગત માહિતી પ્રસારણ મંત્રાલયે દેશના હીતને ધ્યાનમાં રાખીને એક મહત્વનું પગલું ભર્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઘણી ભારતીય અને પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો સામે સખ્ત વલણ અપનાવ્યું છેમંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે.
કહેવામાં આવી રહ્યુ છે કે આ યુટ્યુબ ચેનલોમાં કુલ 7 ભારતીય અને 1 પાકિસ્તાનયુટ્યુબ ચેનલનો સમાવેશ થાય છે.આ ચેનલોને આઈટી નિયમો, 2021 હેઠળ બ્લોક કરાઈ છે.
જાણકારી અનુસાર જે ચેનલો બ્લોક બ્લોક કરાઈ છે તેના 114 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે અને આ ચેનલોના 85 લાખ 73 હજાર સબ્સ્ક્રાઇબર્સ પણ ધરાવે છે.ઉલ્લેખનીય છે કે ભારતે 21 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 102 યુટ્યૂબ ચેનલો બ્લોક કરવામાં આવી છે.