અમેરિકા ફરવા જવા માંગતા લોકો એ કરવો પડશે લાંબો ઈન્તઝાર – વિઝા અપોઈમેન્ટ માટે 1 થી દોઢ વર્ષનું વેઈટીંગ
- અમેરિકા જવા માંગતા લોકોના ઈન્ઝાર વધ્યો
- વિઝાના ઈન્ટર્વ્યુ માટે 1 વર્ષે આવી શકે છે નંબર
- વિઝા અપોઈમેન્ટ માટે 1 થી દોઢ વર્ષનું લાંબુ વેઈટીગં
દિલ્હીઃ- કોરોના મહામારીના કારણે છેલ્લા 2 કે 3 વર્ષથી અમેરિકા જવા માંગતા લોકો રાહ જોઈ રહ્યા છએ ,કોરોનાના કારણે વિઝા આપવાનું એમ્બેસીએ બંધ કર્યું હતું ,જો કે જેમ જેમ કોરોનાની સ્થિતિ સુધરતી ગઈ તેમ તેમ વિઝા આપવા માટે એપ્લિકેશન લેવાનું શરુ કરવામાં આવ્યું ત્યારે હવે આજની સ્થિતિ એવી જોવા મળે છે કે એમ્બેસીમાં વિઝાના ઈન્ટર્વ્યુ માટે અપ્લાય કરનારા લોકોએ 1 થી દોઢ વર્ષની લાંબી રાહ જોવી પડી રહી છે
ઉલ્લેખનીય છે કે વિશ્વભરના યુએસ કોન્સ્યુલેટ્સના બે વર્ષના મહામારીથી પ્રેરિત લોકડાઉનને કારણે વિઝા સેવાઓ અટકાવી દેવામાં આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોએ અમેરિકા જવા માટે વિઝિટર વિઝા વિતેલા વર્ષે મૂક્યા હતા તેઓનો વર્ષ 2023 માર્ચ એપ્રિલમાં અપોઈમેન્ટ નંબર આવી રહ્યો છે ત્યારે બીજી તરફ હાલ પણ અનેક લોકો વિઝા અપ્લાય કરી રહ્યા છે,એટલે કે અમેરિકા જવા માંગતા લોકોએ વિધા માટે 1 વર્ષથી લઈને દોઢ વર્ષ રાહ જોવી પડશે ત્યાર બાદ તેમને અપોઈમેન્ટ મળી શકે છે.
ભારતીયોએ વિઝિટર વિઝા એપોઇન્ટમેન્ટ સફળતાપૂર્વક બુક કરવા માટે 2024 સુધી રાહ જોવી પડશે. કોવિડ પ્રતિબંધો હળવા થવા અને નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવા સાથે, ઘણા ભારતીયો વિદેશ પ્રવાસ માટે તૈયારી કરી રહ્યા છે.
વિઝિટર વિઝા માટે સરેરાશ રાહ જોવાનો સમય 500 દિવસથી વધુ છે એટલે કે લગભગ દોઢ વર્ષ, એટલે કે જો તમે આ મહિને વિઝા માટે અરજી કરો છો તો એપોઇન્ટમેન્ટ તારીખ 2024 સુધીમાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિ પ્રમાણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ટ્રાવેલ Travel.State.Gov વેબસાઈટ અનુસાર નવી દિલ્હી ખાતેના યુએસ કોન્સ્યુલેટમાં મુલાકાતી વિઝા માટેની એપોઈન્ટમેન્ટ 582 કેલેન્ડર દિવસ અને વિદ્યાર્થી વિઝા માટે 471 દિવસ છે.