1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો જુની પેન્શન યોજના ત્વરિત ચાલુ કરાશેઃ ગેહલોત
ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો જુની પેન્શન યોજના ત્વરિત ચાલુ કરાશેઃ ગેહલોત

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો જુની પેન્શન યોજના ત્વરિત ચાલુ કરાશેઃ ગેહલોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતની નિમણૂંક કરાયા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો યોજીને બુથ સમિતીઓથી લઈને પ્રચાર-પ્રસારની સ્ટેટેજીના સંદર્ભે ચર્ચા કરી હતી. દરમિયાન મીડિયા સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ 2022માં “કોંગ્રેસ સરકાર” બનતા વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ અને તેમના પરિવારોની સામાજિક સુરક્ષા માટે “નવી પેન્શન યોજના રદ્દ” કરી “જૂની પેન્શન યોજના” લાગુ કરવામાં આવશે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતની હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં અશોક ગેહલોતે બુથ મજબૂત કરવા માટે કાર્યકરોને સૂચના આપી હતી. તે ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ આવશે તેવી પણ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.  ત્યારબાદ તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણની અધોગતિ થઇ છે. શિક્ષણમાં શ્રેત્રે પાછળ ધકેલાઈ રહ્યું છે. ભાજપ સરકાર 6000થી વધુ સરકારી શાળાઓને મર્જરના નામે તાળા મારી રહી છે જેના લીધે શિક્ષણનો અધિકાર છીનવાશે, ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ શિક્ષણથી વંચિત રહેશે. ગુજરાતના લાખો યુવાનોનું ફીક્ષ પગાર-કોન્ટ્રકટ પ્રથા-આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ કરી છે. જૂની પેન્શન યોજના રદ્દ કરી નવી પેન્શન યોજના લાગુ કરવાથી ગુજરાતના સરકારી કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ છે. ગુજરાતમાં પણ 2022માં “કોંગ્રેસ સરકાર” બનતા વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ અને તેમના પરિવારોની સામાજિક સુરક્ષા માટે “નવી પેન્શન યોજના રદ્દ” કરી “જૂની પેન્શન યોજના” લાગુ કરવામાં આવશે. વર્ષ 2022માં કોંગ્રેસ સરકાર બનતા જ ગુજરાતમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરુ કરવામાં આવશે .

પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના ગુજરાતમાં આજે દારુબંધી માત્ર કાગળ ઉપર છે. અવારનવાર મોટી માત્રામાં દારૂ પકડાય છે, દારૂની હોમ ડિલીવરી થાય છે,  જો દારૂ પાડોશના રાજ્યમાંથી આવતો હોય તો તેને અટકાવવા પ્રયાસ કરવો જોઈએ. અમારા ત્યાંથી આવતો હોય તો અમારી સાથે વાત કરો અમે પૂજ્ય ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ નહી આવવા દઈએ. ગાંધી – સરદારના ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઠલવાઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. આજે દેશમાં ઈ.ડી.નું રાજ ચાલે છે. કોઈ વેપારીઓ ઈ.ડી.ના ડરથી કાંઈ બોલી શકતા નથી. ઈ.ડી.નો ઉપયોગ વિપક્ષોની અવાજને દબાવવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ 2022ની ચૂંટણીમાં જનતા શુ ઈચ્છે છે તેના માટે ‘બોલો સરકાર’ મેનીફેસ્ટો કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી. ગુજરાતની જનતાની સુખાકારી માટે, જનતા ઈચ્છે તેવા મુદ્દાઓને મેનીફેસ્ટોમાં સ્થાન અપાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા 8 મહાનગરો,33 જીલ્લા,258 તાલુકાઓમાં 1500 થી વધુ મીટીંગો કરી 182 વિધાનસભા વિસ્તારોની વિવિધ સમસ્યાઓને આવરી લઈ ‘બોલો સરકાર’ અંતર્ગત સંકલ્પ પત્ર – મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવશે.

રાજસ્થાનના CM અશોક ગેહલોતે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, આ દેશમાં ED નો આતંક છે, કારણ બતાવ્યા વિના સંપત્તિ સીઝ કરી છે. ગુજરાત સરકારે લમ્પી વાયરસને રાજ્યની આપદા જાહેર કરવી જોઈએ. ગુજરાતમાં હવે રીતસર કરોડોનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. દારૂબંધી કાગળ પર છે. અમે રાજસ્થાનમાં આરોગ્યની સુવિધાઓ મફતમાં આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code