- ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શનની ડેટ જાહેર
- 15 સપ્ટેમ્બરના રોજ થશે સિલેક્શન
દિલ્હીઃ- ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી દરેક ક્રિકેટ ટૂન્રામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે એ પછી વિશ્વ કપ હોય ાઈપીએલ હોય કે પછી ટી 20 વર્લ્ડ કપ હોય ત્યારે હવે ક્રિકેટના રસીયાઓ માટે એક સારા સમચારા પ્રાપ્ત થી રહ્યા છે, જે પ્રમાણે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શનની તારીખ જારેર કરવામાં આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર છે. રિપોર્ટ પ્રમાણે એશિયા કપના 4 દિવસ પછી એટલે કે 15 સપ્ટેમ્બરનો રોજ ટીમ ઈન્ડિયાની પસંદગી થશે આ મામલે સમિતિની મુંબઈમાં બેઠક યોજશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પસંદગીકારો એશિયા કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાના પ્રદર્શનનું પણ અવલોકન કરશે અને આ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમમાં રમવાનો મોકો મળશે.
આઈસીસી એ ટી 20 વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર નક્કી કરી છે. દરેક ટીમ 15 સભ્યોની ટીમ જાહેર કરી શકે છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો 30 જેટલા સભ્યો સાથે પ્રવાસ કરી શકે છે. ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફના સભ્યો પણ આમાં સામેલ છે. કુલ 23 સભ્યો સત્તાવાર ટુકડીનો ભાગ હશે. તેમાં 15 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના 8 સભ્યો સામેલ હશે.
ઉલ્લેખનીય છે કે એશિયા કપની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાનાર છે. ત્યાર બાદ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી યુએઈથી ખેલાડીઓના પરત ફર્યા બાદ થશે. ભારત T20 વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાનું પ્રદર્શન કરશે.