હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયાઃ પુર અને ભૂસ્ખલની ઘટનાઓ, કાંગડા જીલ્લાનો ચક્કી નદી પરનો રેલ્વે બ્રિજ ઘરાશયી
- હિમાચલ પ્રદેશમાં પુરથી હાહાકાર
- વર્ષો જૂનો રેલ્વે બ્રીજ ધરાશયી
- ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી
શિમલાઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાય રહી છે ત્યારે પહાડી વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવામ ળી રહ્યા છે ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે, અત્યાર સુધી પુર અને ભૂસ્ખલન જેવી ઘટનામાં 14 જેટલા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે પૂર અને ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 13 અન્ય લોકોના મોત થવાની આશંકા છે.. શનિવારે સવારે રાજ્યના ચંબા જિલ્લામાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં એક મકાન ધરાશાયી થતાં એક મકાનમાં રહેતા ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
આ સાથે જ વિતેલા દિવસને શુક્રવારના રોજ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ એ જણાવ્યું કે મંડીના મંડી-કટોલા-પ્રસાર રોડ પર બાગી નાળામાં એક બાળકીનો પણ મૃતદેહ તેના ઘરથી લગભગ અડધો કિલોમીટર દૂર મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે વાદળ ફાટ્યા પછી, ઘણા પરિવારોએ પોતાના નિવાસ સ્થાન છોડીને બીજે આશરો લીધો હતો.આ સાથે જ કશાન ગામમાં ભૂસ્ખલન બાદ એક પરિવારના આઠ સભ્યો તેમના ઘરના કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
વિભાગના જણાવ્યા અનુસાર, મંડી જિલ્લામાં અનેક સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.બાલ્હ, સદર, થુનાગ, મંડી અને લામાથાચમાં અચાનક પૂરને પગલે, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં અનેક ગ્રામજનો ફસાયા હતા
બીજી તરફ પાણીના જોરદાર પ્રવાહને કારણે પંજાબ-હિમાચલને જોડતી ચક્કી નદી પરનો નેરોગેજ રેલવે પુલ શનિવારે ઘરાશયી થઈને લટકી પડ્યો હતો જે વર્ષો જૂનો પુલ હતો. પહાડોમાં ભારે વરસાદને કારણે ચક્કી નદીમાં આ દિવસોમાં પાણી ભરાવું પડ્યું છે, જેના કારણે પંજાબના પઠાણકોટ અને હિમાચલના કાંગડા જોગેન્દ્રનગરને જોડતી નેરોગેજ રેલ્વે લાઇનના થાંભલા પડી ગયા છે. બ્રિજ તૂટવાને કારણે હવે પંજાબ-હિમાચલના લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સાથે જ નદીની આસપાસ રહેતા વિસ્તારો પણ સંપર્ક વિહોણા બન્યા હતા.