ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે,મુનુગોડમાં જનસભાને કરશે સંબોધિત
- ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે
- મુનુગોડ વિધાનસભામાં પાર્ટી માટે પ્રચાર કરશે
- મુનુગોડમાં જનસભાને કરશે સંબોધિત
હૈદરાબાદ:ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે છે.બધાની નજર નાલગોંડા જિલ્લામાં મુનુગોડ વિધાનસભા પેટાચૂંટણી પર છે.અહીં તેઓ મુનુગોડ વિધાનસભામાં પાર્ટી માટે પ્રચાર કરશે.આ ઉપરાંત મુનુગોડથી કોંગ્રેસના ધારાસભ્ય કોમાટીરેડ્ડી રાજગોપાલ રેડ્ડી આજે ભાજપમાં જોડાશે.
અમિત શાહની જાહેર રેલી પણ યોજાવાની છે.આ સિવાય તેઓ મુનુગોડમાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે.તેમજ રાજગોપાલ રેડ્ડી સિવાય પ્રદેશના ઘણા નેતાઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.ભાજપના મહાસચિવ તરુણ ચુગે આ મામલાની માહિતી આપી છે.
અમિત શાહનો કાર્યક્રમ આ પ્રકારે હશે
- અમિત શાહ બપોરે 3:40 વાગ્યે શમશાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. તેઓ સાંજે 4.15 કલાકે નલગોંડા જિલ્લાના મુનુગોડે જવા રવાના થશે.
- સાંજે 4:35 વાગ્યે, અમિત શાહ મુનુગોડેમાં CRPF અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
- તેઓ સાંજે 4:40 થી 6:00 વાગ્યા સુધી સામાન્ય સભામાં હાજરી આપશે.બેઠક બાદ તેઓ રામોજી ફિલ્મ સિટી જશે.
- ફિલ્મ સિટીમાં સાંજે 6:45 થી 7:30 સુધી રહેશે. શાહ રામોજી રાવ સાથે મુલાકાત હશે રાત્રે 8:00 વાગ્યાથી રાત્રના 9:30 સુધી
ત્યાં તેઓ શમશાબાદના નોવોટેલમાં પાર્ટીના મહત્વના સભ્યો સાથે બેઠક કરશે. અહેવાલો અનુસાર, અમિત શાહ આગામી મુનુગોડે પેટાચૂંટણીને લઈને પાર્ટીના સભ્યોને સૂચના આપશે.