મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, દેશ છોડવા પર પ્રતિબંધ,CBIએ લુકઆઉટ નોટિસ જાહેર કરી
- સીબીઆઈની મોટી કાર્યવાહી
- સિસોદિયા સહિત 14 લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર જારી
- દેશ છોડવા પર પણ લાગ્યો પ્રતિબંધ
દિલ્હી:દિલ્હીમાં દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત 14 લોકો સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે.પરિપત્રમાં તે તમામ લોકોના નામ છે જેમની વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે.આ પરિપત્ર પછી, મનીષ સિસોદિયા અને અન્ય લોકો હવે દેશ છોડી શકશે નહીં અને આમ કરવા બદલ તેમની અટકાયત થઈ શકે છે.
શુક્રવારે સીબીઆઈએ સિસોદિયાના નિવાસસ્થાન તેમજ કેટલાક નોકરિયાતો અને ઉદ્યોગપતિઓના ઘર સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા.આમ આદમી પાર્ટી (AAP) એ દરોડાની નિંદા કરી છે.
આ દરમિયાન સિસોદિયાએ આજે સવારે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું.સિસોદિયોએ લખ્યું- માન્યુ કે ધીમે ધીમે ઋતુઓ પણ બદલાતી રહે છે, તમારી રફતારથી તો હવાઓ પણ હેરાન છે સાહેબ.
माना कि धीरे धीरे तो,
मौसम भी बदलते रहते हैं,
आपकी रफ़्तार से तो,
हवाएं भी हैरान हैं साहब. pic.twitter.com/BjiQ7avtIz— Manish Sisodia (@msisodia) August 21, 2022