પીએમ મોદી આવતી કાલે પંજાબ અને હરિયાણાની મુલાકાત લેશે -બન્ને રાજ્યોમાં 1-1 હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન
- આવતી કાલે પીએમ મોદી પંજાબ અને હરિયાણાની મુલાકાતે
- બન્ને રાજ્યોમાં 1-1 હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન
ચંદિગઢઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા જનતાની વચ્ચે રહીને તમામ કરાય્ો પુરા પાડે છે,જનતાને કરેલા વાયદાઓ નિભાવે છે ત્યારે આવતી કાલે એટલે ક 24 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પંજાબ અને હરિયાણાની મુલાકાત લેવા જઈ રહ્યા છે,જેને લઈને બન્ને રાજ્યોમાં તૈયારીઓ થઈ ચૂકી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 24 ઓગસ્ટે પીએમ મોદી બંને રાજ્યોમાં એક-એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અંગે માહિતી આપતા પીએમઓએ જણાવ્યું કે પીએમ મોદી હરિયાણાના ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલ અને ત્યારબાદ પંજાબના મોહાલીના ન્યૂ ચંદીગઢમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.
આ સાથે જ દેશમાં હુમલાઓની બનતી ઘટનાને લઈનેપીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચૂંક ન આવે તેનું ખાસ ધ્યાન રખાી રહ્યું છે. પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે જે બુધવાર સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ડ્રોન કેમેરા, ગ્લાઈડરની ઉડાન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે જેથી કરીને કોઈ પણ ઘટના ન બને.
જાણો આ રાજ્યોમાં બનતી હોસ્પિટલની ખાસિયતો
વડા પ્રધાન કાર્યાલયે એક જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું નિર્માણ અંદાજિત 6 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. ફરીદાબાદ અને સમગ્ર એનસીઆરના લોકોને અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડશે. અમૃતા હોસ્પિટલ 2 હજાર 400 બેડ સાથે ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ હોવાનો દાવો કરે છે. વડા પ્રધાન મોદી નવા ચંદીગઢના મુલ્લાનપુરમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા માટે મોહાલીની પણ મુલાકાત લેશે.
મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ
આ સાથે જ પંજાબ અને પડોશી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસીઓને વિશ્વ કક્ષાની કેન્સરની સંભાળ પૂરી પાડવાના પ્રયાસરૂપે, વડા પ્રધાન મુલ્લાનપુર ન્યુ ચંદીગઢ સાહિબજાદા અજીત સિંહ નગર જિલ્લા મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરશે. આ હોસ્પિટલ કરોડો રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે.કેન્સર હોસ્પિટલ 300 પથારીની ક્ષમતા ધરાવતી તૃતીય સંભાળ હોસ્પિટલ છે અને સર્જરી, રેડિયોથેરાપી અને મેડિકલ ઓન્કોલોજી કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી દરેક ઉપલબ્ધ સારવાર પદ્ધતિનો ઉપયોગ કરીને તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે આધુનિક સુવિધાઓથી ભરપુર જોવા મળે છે