ઘણીવખત વાળમાં તેલ નાખવાથી પણ તમારા વાળ બગડી શકે છે,જાણો ક્યારે વાળમાં હેરઓઈલ ન કરવું જોઈએ
- વાળમાં ક્યારે ન નાખવું તેલ જાણો
- ખોળો અને ફુલ્લી હોય તો તેલ નાખવાનું ટાળો
દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તેના વાળ સુંદર હોય શીલ્કી હોય અને રેશમી પણ હોય ,જો કે વાળ પાછળ અનેક લોકો મોંધા પ્રોડક્ટ યૂઝ કરે છે ઘણી વખત વાળ માટે તે હાનિકારક સાબિત થાય છે, ઘણી વખત લોકો કહે છે કે વાળમાં હેંમશા તેલ નાખવું જોઈએ જેથી વાળ સારા રહે છે જો કે દરેક સ્થિતિમાં આવું હોતું નથી.જ્યારે પણ આપણે થાક અનુભવીએ છીએ, ત્યારે આપણે વાળમાં તેલ લગાવીએ છીએ અને તેની માલિશ કરીએ છીએ. આનાથી આપણો થાક તો દૂર થાય છે સાથે જ વાળને પણ ફાયદો થાય છે, પરંતુ ક્યારેક તેલ લગાવવાથી વાળને નુકસાન પણ થાય છે. હા, તેલ ઘણા સંજોગોમાં વાળને નુકસાન પહોંચાડે છે
વાળમાં ખોળોની સમસ્યામાં તેલ લગાવવું
જો તમને તમારા વાળમાં ડેન્ડ્રફની સમસ્યા છે, તો આવી સ્થિતિમાં તેલ ન લગાવો. કેટલાક લોકોમાં આ આદત જોવા મળે છે કે જ્યારે તેઓ ખોડો થાય છે ત્યારે તેઓ વાળમાં ખૂબ તેલ લગાવે છે. પરંતુ આ ખોટું છે. ખોડો ખોપરી ઉપરની ચામડી પર ફૂગના કારણે થતી સામાન્ય સમસ્યા છે. ઘણી વખત તેલ લગાવવાથી આ સમસ્યા વધી જાય છે.
ચહેરા પર ખીલની સમસ્યા
જો તમારા ચહેરા અથવા કપાળ પર ખીલ છે, તો વાળમાં તેલ લગાવવાનું ટાળો. વાળમાં તેલ લગાવવાથી ત્વચામાં વધુ તેલ આવે છે. તેનાથી રોમછિદ્ર બંધ થઈ જાય છે અને પિમ્પલ્સની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારે ખીલ દરમિયાન વાળમાં તેલ લગાવવાનું ટાળવું જોઈએ.
વાળમાં ફુલ્લીઓની સમસ્યા
ફોલ્લીઓ- પિમ્પલ પર- વરસાદની ઋતુમાં ફૂગ અને ક્યારેક પરસેવાના કારણે ફોલ્લીઓ થાય છે. આ ફોલ્લીઓ ક્યારેક વધુ પીડાદાયક બની જાય છે. આવી સ્થિતિમાં તમારે વાળમાં તેલ લગાવવાનું ટાળવું જોઈએ. તેલ વાળમાં ગંદકીમાં વધુ ચોંટે છે અને બેક્ટેરિયલ ચેપનું જોખમ વધારે છે.
ભીના વાળ હોય ત્યારે
દજ્યારે તમારા વાળ ભીના હોય ત્યારે ઉતાવળે તેલ ન નાખો, પહેલા વાળને બરાબર સુકાવા દો નહી તો ભીના વાળમાં તેલ નાખવાથી વાળમાં ગંદી સ્મેલ તો આવશે જ સાથે ખોળ અને ફુલ્લી થવાની સમસ્યાઓ વધશે
ઓઇલી સ્કેલ્પ
જો તમારી સ્કેલ્પ ખૂબ જ ઓઇલી રહે છે, તો સ્કેલ્પમાં તેલ લગાવવાનું ટાળો. વધુ પડતા તેલને કારણે ત્વચામાં ધૂળ જમા થવા લાગે છે. ખંજવાળ સિવાય, બીજી ઘણી સમસ્યાઓ છે, જેના કારણે તમારા વાળ ખરવાની સમસ્યા વધુ વધી શકે છે.આવી સ્થિતિમાં માત્ર વાળને જ તેલ લગાવો