કિચન ટિપ્સઃ- તમારા બાળકો માટે ટિફિનમાં બનાવો બ્રેડ પોટેટો ચિઝ સ્લાઈસ, જેને બનાવવું ખૂબ ઈઝી
સાહિન મુલતાની-
બાળકોને ટિફિનમાં રોજેરોજ શું આપવું દરેક માતાની ચિંતા હોય છે ,કારણ કે બાળકોને ખાવામાં ખૂબ નખરા હોય ઠછે.જો કે આજકાલના બાળકોને ચીઝ વધુ પસંદ છે તો આ એક એવો નાસ્તો છે જે વેજીસથી તો ભરપુર છે અને ચિઝી પણ છે જેથી બાળકો શોખથી ખાશે.
સામગ્રી
- 4 નંગ – મોટા બ્રેડ
- 4 નંગ – ચિઝની સ્લાઈસ
- 1 ચમચી – ઓરેગાનો
- 1 ચમચી – ચિલીફ્લેક્શ
- 2 ચમચી – ગાજર જીણા સમારેલા
- 2 ચમચી – શિમલા મરચા જીણા સમારેલા
- 2 ચમચી – લીલા વટાણા બાફેલા (ન હોય તો ચાલશે હોય તો નાખવા)
- 1 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 3 નંગ – બાફેલા બટાકા ક્રશ કરેલા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – લીલા ઘણા
પોકેટ ચિઝ સ્લાઈસ બનાવાની રીતઃ-
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકાને ક્રશ કરીલો.
હવે આ બટાકામાં જીણા સમારેલા ગાજર,શષિમલા મરચા.ડુંગશી અને બાફેલા વટાણા એડ કરીદો
હવે આ મિશ્રણમાં અડધી ચમચી ચિલી ફ્લેક્શ, અડધી ચમચી ઓરેગાનો સ્વાદ પ્રમાણે મીઠું લીલા ઘાણા એડ કરીને બરાબર તેને મિક્સ કરીદો
હવે દરેક બ્રેડની કોરને ચપ્પુ વડે કાઢીલો જેથી બ્રેડ એકદમ સોફ્ચટ બનશે,
હવે બ્રેડની એક સ્લાઈસ લો તેના પર આ બટાકાનું સ્ટેફિંગ પાથરીદો, બરાબર પાથરવું એક જાડુ લેયર બને તે રીતે.
હવે આ કોટિન પર એક ચિઝની સ્લાઈસ મૂકીને ઉપર છોડું ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો નાખીદો,
હવે એક તવી અથવા તો ઢાંકણ વાળી નોનસ્ટિક પેઈન લો ,તેમાં એક મોટો વાટકો ઊંધો રાખી દો, હવે ગેસ ઓન કરી દો,
હવે કઢાઈની સાઈડમાં તેલ અને પાણી એક ચમચી જેટલું મિક્સ કરીને નાખો જેથી તેના ઘુમાડાથી ચિઝ મેલ્ટ થાય અને સ્મોકી ફઅવેર પણ આવશે, હવે આ બ્રેડને હવે આ વાટકા પર રાખીદો, અને કઢાઈને ઢાકણ વડે કકવર કરીને 1 મિનિટ સુધી બ્રેડને પાકવા દો, જેથી ચિઢ સરસ ઓગળી જશે અને બ્રેડ બેક થઈ જશે.
હવે આ બ્રેડને નીચે ઉતારીલો અને એકમાંથી બે પીસ પડે તે રીતે વચ્ચેથી કટ કરીલો, તૈયાર છે બ્રેડ સ્લાઈસ ચિઝ. આજેજ તમારા બાળકોને બનાવીને ખવડાવો