તમારા લીપ્સ કાળા પડી રહ્યા છે, તો હવે અપનાવો આ ઘરેલું ટિપ્સ, લીપ્સની ડાર્ટનેસ થશે દૂર
- લીપ્સની ડાર્કનેસ દૂર કરે છે બીટનો રસ
- આ સહીત લીબું અને ખાંડનો કરી શકો છો યૂઝ
સામાન્ય રીતે દરેક સ્ત્રીઓ પોતાની સુંદરતા પ્રત્યે સભાન હોય છે,તેઓ તેમના વાળ, નખ હાથ-પગ અને લીપ્સની સુંદરતા બરકરાર રહે તે માટે અવનવા નુસ્ખાો અપનાવે છે,ઘમા લોકોને ફરીયાદ હોય છે કે તેમના લીપ્સની સ્કિન કાળી થી રહી છે,જેના કારણે તેમના લીપ્સ ડાર્ક દેખાવા લાગે છે,આવી સ્થિતિમાં જો તમે ઘરેલું ન ુસ્ખા અપનાવશો તો તમારા લીપ્સની ડાર્કનેસ ટોક્કસ દૂર થશે અને તમારા લીપ્સ નેચરલી પીંક બનશે, બસ એના માટે તમારે અઠવાડિયામાં બે થી 3 વખત નીચે જણાવેલ ઉપાય કરવાના રહેશે
જાણો લીપ્સની ડાર્કનેસ દૂર કરવાની રીત
મોસંબી કે નારંગીની છાલનો પાવડરઃ- મોસંબી કે નારંગીની છાલને સુકવી દો અને તેનો પાવડર બનાવી લો, હવે એક ચમચી પાવડરમાં મધ મિક્સ કરીને આ પેસ્ટથી હોથ પર 2 મિનિટ મસાજ કરો આમ વારંવાર કરવાથી તમારા કાળા પડેલા હોઠ ગુલાબી થતા જશે
દેશી ઘીઃ- દરરોજ રાત્રે સુતી વખતે ગાયનું દેશી ઘી હોઠ પર લગાવીને સુઈ જાવો, રોજેરોજ આમ કરવાથી હોટ તમારા પિંક બનશે અને જે ડાર્ટનેસ છે તે થોડા જ સમયમાં દૂર થઈ જશે.
એલોવેરા જેલઃ- એલોવેરા જેલને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાનો રામબાણ ઉપાય માનવામાં આવે છે. તે વાળ અને ચહેરા માટે પણ શ્રેષ્ઠ છે. તેમાં પ્રાકૃતિક ગુણધર્મો છે જે ચહેરા પર કુદરતી રીતે ચમક લાવવામાં મદદ કરે છે. તેની મદદથી તમે ઘરે લિપ કેર મલમ તૈયાર કરી શકો છો. દરરોજ હોઠ પર એલોવેરા ફ્રેશ લગાવો અને સૂકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો.
લીબું અને ખાંડઃ- ખાંડ અને લીંબુના રસના મિશ્રણની અસર ઉનાળામાં વધુ જોવા મળે છે. લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે, જેનો ઉપયોગ ત્વચાના મૃત કોષોને સક્રિય કરવા માટે થાય છે. તમે ઘણી વખત જોયું હશે કે ઘરના લોકો ચહેરા પર લીંબુ લગાવે છે. પરંતુ તમે તેનો ઉપયોગ તમારા હોઠ પર પણ કરી શકો છો. આ માટે લીંબુની અડધી સ્લાઈસ લો અને તેના પર થોડી ખાંડ નાખો. હવે તેને સ્ક્રબની જેમ હોઠ પર ઘસો. આમ કરવાથી લીપ્સની ડાર્કનેસ દૂર થશે અને લીપ્સ પિંક બનશે.
બીટનો રસઃ- બીટ દેખાવમાં ગુલાબી અને લાલ હોય છે, જે કુદરતી સૌંદર્ય વધારવા માટે જાણીતા છે. જો તમે લાંબા સમયથી કાળા હોઠથી પરેશાન હોવ તો બીટના રસમાં થોડું મધ મિક્સ કરીને હોઠ પર લગાવો. તમે થોડા દિવસોમાં વધુ સારા પરિણામો જોશો.