1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી
સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી

સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી

0
Social Share

અમદાવાદઃ સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ થયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 109243 હેકટર મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 104051 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ધાન્ય પાકોમાં 40658 હેકટરમાં ડાંગરની, 8911 હેકટરમાં તેલીબિયા પાકોમાં સોયાબીનની અને 8303 હેકટરમાં કઠોળ વર્ગમાં તુવેરનું વાવેતર થયું છે. જિલ્લાના ઓલપાડ તાલુકામાં સૌથી વધુ 15896 હેકટરમાં ડાંગરનું તથા માંગરોળમાં 4602 હેકટરમાં સોયાબિનનું વાવેતર થયું છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતના જણાવ્યા અનુસાર, જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષનો સામાન્ય વાવેતર વિસ્તાર 109243 હેકટર રહ્યો છે. તેની સામે હાલ સુધીમાં જિલ્લાની 114420 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી 104051 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.

ખરીફ પાકો જોઈએ તો ડાંગરનું 40658 હેકટર અને જુવાર 6406 હેકટર, મકાઈ 1338 હેકટર, સોયાબીન 8911 હેકટર, કપાસ 4313 હેકટર, મગફળી 503 હેકટર, તલ 58 હેકટર, ગુવાર 36 હેકટર, અડદ 806, તુવેર 8303, મગ 426 હેકટર, શાકભાજી 18226 હેકટર અને ઘાસચારાનું 13941 હેકટરમાં વાવેતર પુર્ણ થઈ ચુકયું છે. જ્યારે કેળા, પપૈયા જેવા પાકોમાં 10369 હેકટરમાં મળી કુલ 114420 હેકટર જમીન વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લાના માંડવી તાલુકામાં સૌથી વધુ 22786 હેકટર, ઓલપાડ તાલુકામાં 22444 હેકટર, ચોર્યાસીમાં 1898, કામરેજમાં 1786 હેકટર, માંગરોળમાં 21379, બારડોલીમાં 4240, ઉમરપાડામાં 13056, મહુવામાં 13257 અને પલસાણા તાલુકામાં 2386 હેકટર, સુરત સીટીમાં 789 હેકટર મળી હાલ સુધીમાં જિલ્લાની કુલ 104051 હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code