વિશ્વભરમાં ફરી PM મોદી સૌથી લોકલાડીલા નેતા બન્યા -75 ટકા રેટિંગ સાથે અનેક દેશોના નેતાઓને પાછળ પછાળ્યા
- મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લીડર્સ સર્વે
- PM મોદી 75 ટકા રેટિંગ સાથે ટોચ પર
- પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાની સાથે ક્યારેક સંવાદ કરે છે તો ક્યારેક દેશની જનતાને સંબોધે છે,સમાયાંતરે પીએમ મોદી દેશની જનતા સાથે વિચારોની પણ આપ-લે કરે છે જેના કારણે દેશના નાગરિકો પીએમ મોદી તરફ વધુ ઝુકાવ જોવા મળે છે , જો કે આ તો થઈ માત્ર ભારતની વાત પરંતુ ભારતની બહાર વિદેશમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા એટલી જ જોવા મળે છે, વિશ્વભરના નેતાઓમાં પીએમ મોદીનું નામ ટોચ પર લેવામાં આવે છે.
મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લીડર્સ સર્વેમાં પણ પીએમ મોદી 75 ટકા રેન્કિંગ સાથે વિશ્વના અનેક નેતાઓને પાછળ પછાળીને મોખરે સ્થાન મેળવ્યું છે અને સૌના પ્રિય નેતા સાબિત થયા છે.પીએમ મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જતી જોવા મળે છે.વૈશ્વિક રેટિંગમાં પીએમ મોદીએ ફરી બાજી મારી છે મોર્નિંગ કન્સલ્ટ સર્વેમાં આ પરિણામ જોવા મળ્યું છે.
મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં ઓસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, જર્મની, ભારત, મેક્સિકો, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં નેતાઓ અને મંજૂરી રેટિંગ્સને ટ્રેક કરી રહ્યું છે. આ પહેલા નવેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં પણ વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર હતા.આ પ્લેટફોર્મ રાજકીય ચૂંટણીઓ, ચૂંટાયેલા અધિકારીઓ અને મતદાનના મુદ્દાઓ પર રીઅલ-ટાઇમ મતદાન ડેટા પ્રદાન કરે છે. મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20 હજાર વૈશ્વિક ઇન્ટરવ્યુ લે છે.
જાણો ટોચના 4 લોકપ્રિય નેતાઓના નામ
સર્વે મુજબ પીએમ મોદી પછી મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 63 ટકા સાથે બીજા સ્થાન પર રહ્યા ન છે.તો લોકપ્રિયતાની આ યાદીમાં 58 ટકા રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ રહ્યા છે.ત્યારે 4 થા ક્રમ પર ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી 54 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે જોવા મળે છે.
વિશ્વના 22 નેતાઓની યાદીમાં સ્વીડનના વડાપ્રધાન મેગડાલેના એન્ડરસનને 50 ટકા અને યુએસ પ્રમુખ જો બિડેનને 41 ટકા રેટિંગ મળ્યું છે. બાઈડેન બાદ કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો 39 ટકા રેટિંગ અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા 38 ટકા સાથે છે.