અમેરિકાએ ચીનની ફ્લાઇટ કેન્સલેશન આપ્યો વળતો જવાબ – ચીન એરલાયન્સની 26 ફ્લાઈટ સસ્પેન્ડ કરી
- અમેરિકાએ ચીનને આપ્યો વળતો જવાબ
- ચીન એરલાયન્સની 26 ફ્લાઈટ યુએસએ સસ્પેન્ડ કરી
દિલ્હીઃ- અમેરિકી સરકારે અમેરિકાથી ચીન જતી ચીની એરલાઇન કંપનીઓની 26 ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે કે જ્યારે બેઇજિંગે કોરોના નિયંત્રણનો મુદ્દો ઉઠાવીને અમેરિકન ફ્લાઈટ્સની અવરજવરને સ્થગિત કરી દીધી હતી.
યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે ગુરુવારે ફરિયાદ કરી હતી કે બેઇજિંગે હવાઈ મુસાફરી કરાર તોડ્યો છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમેરિકન ફ્લાઇટ્સને ભેદભાવપૂર્ણ રીતે એક સિસ્ટમ લાગુ કરવાની ફરજ પાડવામાં આવી હતી, જેમાં જો કોઈ પેસેન્જર કોરોના પોઝિટિવ હોવાનું જણાય તો ફ્લાઇટ્સ સ્થગિત કરવી પડે છે.
યુએસ રેગ્યુલેટર્સે એર ચાઇના લિમિટેડની ન્યુયોર્ક સિટીથી સંચાલિત થતી 7 ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. આ સિવાય લોસ એન્જલસથી એર ચાઇના, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ લિમિટેડ, ચાઇના સધર્ન એરલાઇન્સ લિમિટેડ અને ઝિયામેન એરલાઇન્સ લિમિટેડની ફ્લાઇટ્સ સહિત 19 ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે. જેનું કારણ જણાવાયું છે કે યુનાઈટેડ એરલાઈન્સ, અમેરિકન એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સને બેઈજિંગની ‘સર્કિટ-બ્રેકર’ સિસ્ટમ છે.
ઉલ્લેખનીય છે કે ચીને 7 ઓગસ્ટ સુધી એક નિયમ બનાવ્યો હતો કે જો એક ફ્લાઈટમાં 9 પેસેન્જર કોરોના પોઝિટિવ જોવા મળે તો તે એરલાઈને તેની એક ફ્લાઈટ 2 અઠવાડિયા માટે સ્થગિત કરવી પડશે અથવા યાત્રીઓની સંખ્યા ઘટાડીને 40 ટકા કરવી પડશે.જેથી અમેરિકા સ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશનનો આરોપ છે કે એરલાઇન્સ એવા મુસાફરોને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે જેમના પરીક્ષણ પરિણામો ફ્લાઇટમાં ચડતા પહેલા નકારાત્મક હતા, પરંતુ તેઓ ચીનમાં પ્રવેશ્યા પછી પોઝિટીવ આવ્યા હતા જેને લઈને હવે અમેરીકાએ પણ ચીનની 26 ફ્લાઈટને સસ્પેન્ડ કરી છે.