લાંબા સમય સુધી ઓફિસમાં બેસી રહેવાથી પગમાં આવી ગયો છે સોજો,તો આ ઘરગથ્થુ ઉપચારથી કરો દૂર
વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા લોકો તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. આખો દિવસ ઓફિસમાં કામ કરવાથી પણ ક્યારેક થાક લાગે છે. પગમાં સોજો પણ આવે છે. પગમાં સોજો ક્યારેક લાંબો સમય મુસાફરી કરવા, ઉંચી જગ્યા પર જવા અને ખૂબ ફરવાને કારણે પણ થઈ શકે છે. ક્યારેક દુખાવો એટલો વધી જાય છે કે તે સહન કરી શકાતો નથી. તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા પણ પગના સોજાને ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે…
આઈસ પેકનો ઉપયોગ કરો
પગનો સોજો ઓછો કરવા માટે પણ આઈસ પેકનો ઉપયોગ કરી શકાય છે. આઇસ પેકને ટુવાલમાં લપેટીને સોજોવાળી જગ્યા પર થોડો સમય લગાવી રાખો. તે તમારા સ્નાયુઓમાં રક્ત પરિભ્રમણને પણ વધારે છે. બળતરા પણ ઓછી થાય છે. તમે દિવસમાં બે વાર આ નુસખાનો ઉપયોગ કરી શકો છો.
માલિશ કરો
તમે પગની માલિશ કરીને પણ સોજો ઓછો કરી શકો છો.સરસવના તેલને હળવું ગરમ કરો અને પગની માલિશ કરો. લગભગ 10 મિનિટ સુધી પગની મસાજ કરો. તમને દુખાવો અને સોજાથી રાહત મળશે. પગની માલિશ કરવાથી સ્નાયુઓમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. સરસવના તેલ સિવાય તમે મસાજ માટે નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
ખાવાના સોડાનો કરો ઉપયોગ
પગનો સોજો ઓછો કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તમે ચોખાનું પાણી ઉકાળો.પછી આ પાણીમાં ખાવાનો સોડા ઉમેરો. બંને વસ્તુઓની પેસ્ટ બનાવી લો.સોજા વાળી જગ્યા પર પેસ્ટ લાગુ કરો. 10-15 મિનિટ પછી પગને સાદા પાણીથી ધોઈ લો. તમને સોજા અને દુખાવામાં રાહત મળશે.