કંકોડા અથવા તો કંટોલા ખાસ કરીને ગામડાઓમાં આ શાકભાજી જોવા મળે, જે હેલ્થ માટે ખુબ સાકુ ગણાય છે, આ શાકભાજી લીલા કલરનું શાકભાજી છે, અને ખાસ કરીને જંગલ વિસ્તારોમાં વધુ થાય છે, આ સિવાય તે ગામડાઓમાં વાડ પર ઉગાળવામાં આવે છે, આ શાકભાજી ઉપર જીણા જીણા કાંટા જેવી છાલ હોય છે અને તેનો દેખાવ પરવળ જેવો પરંતુ ખરબચડો હોય છે, આ કંટોલા ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ વધુ જોવા મળે છે, ચો ચાલો જાણીએ તેને ખાવાથઈ થતા ફાયદાઓ
જાણો કંકોડા ખાવાના ફાયદા
કંકોળામાં પ્રોટિનની માત્રા ભરપુર પ્રમાણમાં હોય છે,જે શરીર માટે ખૂબ જ ગુણકારી છે, આ સાથે એન્ટી ઓક્સિડન્ટનો ગુણ પણ જોવા મળે છે, જેથી તે આરોગ્ય માટે ખૂબ શક્તિશાળી ગણવામાં આવે છે.કંકોડાના સેવનથી પ્રાચન શક્તિ સુઘરે છે અને મજબૂત બને છે
કંકોળામાં રહેલા ગુો ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદરુપ થાય છે.
કંકોડા સ્વાદિષ્ટ હોવાની સાથે ભરપૂર પ્રોટીન યૂક્ત છે. કહેવાય છે કે માંસાહારી લોકો માંસ ખાઈને શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન પૂરું પાડે છે. પરંતુ કંકોડામાં માંસ -મચ્છીથી ૫૦ ગણા વધારે પોષકતત્ત્વો રહેલા છે.
કંકોળાને શાકભાજીનું ઔષધિ પણ ગણવામાં આવે છે, તેમાં અનેક પ્રકારના ઔષધિય ગુણો સમાયેલા છે.કંકોળાના મૂળનો ઉપયોગ ખાસ કરીને દવા તરીકે થાય છે,જેનું મધ અથવા ખાંડ સાથે સેવન કરવામાં આવે છે.
અનેક ડાયેટિશિયન કંકોડા ખાવાની સલાહ આપે છે,હાઈ-બ્લડ પ્રેશર, અશકિત, હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પીડાતા લોકો માટે કંકોડામાં રહેલું મોમોરડીસિન અને ફાઈબર ખૂબ કારગાર સાબિત થાય છે.કંકોડાના સેવનથી નેત્ર રોગ, શરદી-ખાંસી મટે છે આ સાથે જ તે વેઈટ લોસ કરવામાં પણ ઉપયોગી છે. તે કેન્સરનું પ્રમાણ ઘટાડવામાં કંકોળા મદદરુપ સાબિત થાય છે