સાંભળ્યું છે કાટમાળ પણ કરોડોમાં વેચાય ? ટ્વિન ટાવરનો કાટમાળ અંદાજે 15 કરોડમાં વેચાવાની સંભાવના
- ટ્વિન ટાવરનો કાટમાળ 15 કરોડમાં વેચાશે
- કાટમાળમાંથી પણ કરોડો રુપિયા ઊભા થશે
દિલ્હીઃ- આજે દેશભરમાં દિલ્હીના ટ્વિન ટાવર જમીન દોસ્ત થયાના સમાચાર વાયરલ થી રહ્યા છએ ,અંદાજે આ ટાવર પડવાથી 500 કરોડના નુકાશનો અંદાજો લગાવાયો છે.આઐ ટાવર જમીન દોસ્ત કરતા પહેલા તમામ સુરક્ષાઓ કરાઈ હતી, રસ્તાઓ બંધ કરાયા હતા તો વિજળીનો પુરવઠો ઠપ્પ કરાયો હતો.જો કે તમે વિચાર્યું છે કે કે આ ઈમારતમાંથી નીકળચતા કાટમાળનું શું થશે.પ્રદુષણ ઓછુ ફેલાય તે માટે 15 સ્મોગ ગન, પ્રદૂષણ માપવા માટે 6 એર ક્વોલિટી ઈન્ડેક્સ મશીન ,6 હોસ્પિટલ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી છે.
આટલી ઊંચી ઈમારતને જમીન દોસ્ત થતા માત્ર 8 સેકન્ડનો સમય લાગ્યો હતો,વિસ્ફોટ પહેલા લગભગ 7 હજાર લોકોને વિસ્ફોટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઇમારતને તોડી પાડવામાં આવી હતી. જો કે આ કાટમાળને લઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ટ્વિન ટાવરનો કાટમાળ અંદાજે 15 કરોડોમાં વેચાશે.
આમ તો બિલ્ડરને કરોડો રુપિયાનું નુકશાન થયું જ છે , જો કે સામાન્ય ઈમારત તોડવામાં આવતી હોય ત્યારે હજારો રુપિયામાં તેનો કાટમાળ વેચવામાં આવે છે, જ્યારે દિલ્હીની આ શાનદાર ટ્વિન ઈમારતનો માત્ર કાટમાળ જ 15 કરોડનો હોવાનો અંદાજો લગાવાયો છે.