રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક:20 કિલોગ્રામના ખેડૂતોને 1230 થી લઇ 1428 સુધી ઊંચા ભાવ મળ્યા
- રાજકોટ યાર્ડમાં જાડી અને ઝીણી મગફળીની આવક.
- બેડી યાર્ડમાં 810 ક્વીન્ટલ મગફળીની આવ
- એક મણનો ભાવ રૂ.1230થી 1428 બોલાયો
રાજકોટ: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે.બજારમાં જાડી અને ઝીણી બંને પ્રકારની મગફળીની આવક નોંધાઈ છે. 810 કવીન્ટલ મગફળીની આવક થતા યાર્ડ મગફળીથી ઉભરાયું હતું અને એક મણનો ભાવ રૂ.1230થી 1428 બોલાયો હતો.
માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મોરબી રોડ પર આવેલ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક શરૂ થઈ છે જેમાં આજે ખુલતી બજારે 810 કવીન્ટલ મગફળીની આવક થઈ છે.બજારમાં 600 કવીન્ટલ જાડી અને 210 કવીન્ટ ઝીણી મગફળીની આવક થઈ છે. જેમાં પ્રતિ 20 કિલોગ્રામના ખેડૂતોને 1230 થી લઇ 1428 સુધી ઊંચા ભાવ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળીનું ભારે પ્રમાણમાં ઉત્પાદન થતા આગામી સમયમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ઓછો થઈ શકે છે. જે હાલ 2900 રૂપિયા ડબ્બો બજારમાં મળી રહ્યો છે.આ બાબતે ખેડૂતોનું પણ કહેવું છે કે જો વરસાદ જેવું વાતાવરણ થોડું ઓછું રહ્યું હોત તો આ મગફળીનું ઉત્પાદન આના કરતા પણ વધારે પ્રમાણમાં થવાની શક્યતા હતી.