PM મોદીએ પાકિસ્તાનમાં પુરથી થયેલા વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું – જલ્દીથી સ્થિતિ સામાન્ય થાય તેવી કામના કરી
- પાકિસ્તાનમાં પુરથી સર્જાયો વિનાશ
- પુરની સ્થિતિને લઈને પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી
દિલ્હીઃ- પાકિસ્તાન હાલ પુરની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, અહીં પુરના કારણે તબાહીના દ્ર્શ્યો સર્જાયા છે, હજારો ઘરો બરબાદ થી ચૂક્યા ચે ચારેત વિનાશની સ્થિતિ સર્જાય છે આ પૂરના કારણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે,
પાકિસ્તાનની આ કથળતી સ્થિતિને લઈને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે અને આ કુદરતી આફતથી પ્રભાવિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Saddened to see the devastation caused by the floods in Pakistan. We extend our heartfelt condolences to the families of the victims, the injured and all those affected by this natural calamity and hope for an early restoration of normalcy.
— Narendra Modi (@narendramodi) August 29, 2022
પીએમ મોદીએ દુખ વ્યક્ત કરતા એક ટ્વીટ કર્યું છે તેમણે તેમાં લખ્યું, છે કે “પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી સર્જાયેલી જોઈને દુઃખ થયું. અમે આ કુદરતી આફતથી પીડિત, ઈજાગ્રસ્તો અને તમામ અસરગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ત્યાં જલ્દીથી સ્થિતિ ફરી સામાન્ય થાય તેવી કામના કરીએ છીએ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની હાલત હાલ બેહાલ જોવા મળી રહી છે.અહિં વિતેલા દિવસને સોમવારે પૂરના કારણે મૃત્યુઆંક 1 હજારને વટાવી ચૂક્યો છે. પજ્યારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફ સરકારની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય મદદ પહોંચવાનું શરૂ થઈ ગયું છે.
આ સાથે જ હવામાન વિભાગે આ વર્ષના વરસાદને સૌથી ખરાબ ચોમાસું ગણઆવ્યું છે,જેને લઈને પાકિસ્તાનની સ્થિતિ ખૂબ દયનિય બની રહી છે, પુરના વિનાશથી અહી ટામેટા ડુંગળી જેવા શાકભઆજીના ભાવ પ્રતિ કિલો રુપિયે 400 પર પહોચ્યા છે. પાકિસ્તાનમાં હાલ બમણો કહેર વર્તાઈ રહ્યો છે, પુરના કારણે પાકિસ્તાનમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે.