1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશના આ શહેરમાં 28 ઓક્ટોબર સુધી ઘારા 144 લાગુ- આવનારા તહેવારોને ધ્યાનમાં લેતા અનેક પ્રદર્શન પર પ્રતિબંધ
ઉત્તરપ્રદેશના આ શહેરમાં 28 ઓક્ટોબર સુધી ઘારા 144 લાગુ- આવનારા તહેવારોને ધ્યાનમાં લેતા અનેક પ્રદર્શન પર પ્રતિબંધ

ઉત્તરપ્રદેશના આ શહેરમાં 28 ઓક્ટોબર સુધી ઘારા 144 લાગુ- આવનારા તહેવારોને ધ્યાનમાં લેતા અનેક પ્રદર્શન પર પ્રતિબંધ

0
Social Share
  • ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ
  • 28 ઓક્ટોબર સુધી લાગુ રહેશે પ્રતિબંધ

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પ્રશાસને શાંતિ જાળવી રાખવા એક મહત્વનો નિર્ણય લીધો છે, તાજેતરમાં એવી રહેલા તહેવારો જેવા કે  અનંત ચતુર્દશી, ચેહલુમ, નવરાત્રી, વિજયાદશમી, બારવફત, મહર્ષિ વાલ્મિકી જયંતિ, દીપાવલી વગેરેમાં શાંતિ જળવાી અને કોઈ ઘટના ન બને તે માટે સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 

આ સાથે જ પરીક્ષાઓ પણ  સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હોય છે. આવી સ્થિતિમાં જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે ડીએમએ વિતેલા દિવસને બુધવારે આ આદેશ જારી કર્યો છે. આ આદેશ 28 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

કલમ 144 દરમિયાન પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા થઈ શકશે નહીં. આ સાથે જ આ સમયગાળા દરમિયાન સરઘસ અને પ્રદર્શન પર પણ પ્રતિબંધ રહેશે. લોકો પરવાનગી વિના કોઈપણ પ્રકારના ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી શકશે નહીં. 

આ સાથે જ અનેક પ્રકારના કાર્યક્રમ માટે એડીએમ અથવા એસડીએમની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. તે જ સમયે, રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. એટલું જ નહીં, પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ લાઉડસ્પીકરનો ઉપયોગ કરશે નહીં.

આ સાથે જ કલમ 144 લાગુ થશે સોશિયલ મીડિયા પર ભ્રામક અથવા ભડકાઉ સંદેશાઓ ફેલાવવા બદલ સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ મેમ્બર કોઈપણ ગ્રુપ પર આવો મેસેજ બ્રોડકાસ્ટ કરે છે તો ગ્રુપ એડમિને પોલીસ અથવા એડમિનિસ્ટ્રેશનને જાણ કરવી પડશે. એડમિને પણ ગ્રુપના સભ્યોને આવા સંદેશાઓ પ્રસારિત કરતા અટકાવવા જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code