1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,ગણેશ વિસર્જનને લઈને પોલીસ-પ્રશાસનનો નિર્ણય
મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,ગણેશ વિસર્જનને લઈને પોલીસ-પ્રશાસનનો નિર્ણય

મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,ગણેશ વિસર્જનને લઈને પોલીસ-પ્રશાસનનો નિર્ણય

0
Social Share
  • મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
  • ગણેશ વિસર્જનને લઈને લેવાયો નિર્ણય
  • પોલીસ-પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય

મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસ પ્રશાસનના આદેશથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આ રીતે આગામી કેટલાક દિવસો સુધી ભારે વાહનો મુંબઈમાં પ્રવેશી શકશે નહીં.આ પ્રતિબંધ 4, 5, 6 અને 9 સપ્ટેમ્બરના રોજ લાગુ રહેશે. પરંતુ આ પ્રતિબંધ આવશ્યક અને રોજિંદી જરૂરિયાતના પરિવહન અને સેવાઓ પર લાગુ થશે નહીં. ગણેશ ઉત્સવ અને વિસર્જન દરમિયાન લોકોને અસુવિધાનો સામનો ન કરવો પડે તે ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.

આ રીતે શાકભાજી, દૂધ, બ્રેડ અને બેકરીની વસ્તુઓ લઈ જતા વાહનોને આ પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવ્યા છે.ઉપરાંત પીવાના પાણીના ટેન્કર, એમ્બ્યુલન્સ, પેટ્રોલ-ડીઝલ-કેરોસીન ટેન્કર પર પ્રતિબંધ લાગુ નથી.આ ઉપરાંત સરકારી વાહનો, સ્કૂલ બસોને પણ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ મુંબઈમાં અન્ય ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે આ અંગે આદેશ જારી કર્યો છે.

સમગ્ર મહારાષ્ટ્રમાં 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના અન્ય ભાગોની જેમ મુંબઈમાં પણ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 4 સપ્ટેમ્બરે પાંચ દિવસના ગણપતિનું વિસર્જન છે. ગૌરી-ગણપતિનું વિસર્જન 5 સપ્ટેમ્બરે છે. 6 સપ્ટેમ્બરે સાત દિવસના ગણપતિનું વિસર્જન છે અને 9 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે દસ દિવસના ગણપતિનું વિસર્જન છે. આ વિસર્જનના દિવસોમાં, સામાન્ય ટ્રાફિક અને ગણપતિ વિસર્જન માટે નીકળતા ભક્તોના વાહનોને કારણે રસ્તાઓ પર અચાનક ટ્રાફિક જામ ન વધે, તેથી જ મુંબઈમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code