1. Home
  2. ગુજરાતી
  3. આજે શિક્ષક દિવસ- જાણો શા માટે દરવર્ષે 5મી સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે
આજે શિક્ષક દિવસ- જાણો શા માટે દરવર્ષે 5મી સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે

આજે શિક્ષક દિવસ- જાણો શા માટે દરવર્ષે 5મી સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે

0
Social Share
  • 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ
  • ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનની યાદમાં ઉજવાય છે આ દિવસ

 દુનિયામાં જો માતા બાદ બાળકને ગુરુનો મહત્વનો દરજ્જો અપાતો હોય તો તે શિક્ષક છે, શિક્ષક બાળકના ઘડતરમાં એક મહત્વનું પાસુ છે તેના અવિરત જ્ઞાન થકી તે બાળકમાં જ્ઞાનનો સંચાર કરીને તેને સાચી દિશા ચિંઘે છે, સમગ્ર ભારતમાં આજરોજ એટલે કે 5 મી સપ્ટેમ્બરના દિવસે દરવર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે,આ દિવેસ તમામ શાળાોના બાળકે એક દિવસ પુરતા શિક્ષક બનવાનો લ્હાવો છે, પણ શું તમે જાણો છો કે 5 મી સપ્ટેમ્બરે જ શા માટે આ દિવસ ઉજવાય છે? અને શું છે કારણ શિક્ષક દિવસની ઉજવણીનું કોની યાદમાં ઉજવાય છે તો ચાલો જાણીએ તમારા આ દરેક પર્શનના જવાબો

આમ તો ઘણા લોકોને શિક્ષક દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ ખબર હશે જ , કારણ કે તેની ઘણી ચર્ચાઓ છે અને દેશભરમાં આ દિવસ ખાસ રીતે ઉજદવાય છે 5મી સપ્ટેમ્બર એટલે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ દિવસ છે, વર્ષ 1962થી ભારતમાં આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવાઈ  છે.

આ જદિવસ ઉજવવા પાછળના જો કારણની વાત કરીએ તો એકવાર તેમના મિત્રઓએ તેમનો જન્મ દિવસ ઉજવવાની વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું કે મારા જન્મ દિવસને તમે શિક્ષક દિવસ તરીકે ઉજવશો તો મને વધુ ખુબ ગમશે ,બસ ત્યારથી તેમના  જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.તેમને પોતાના જન્મ દિવસને એક શિક્ષક દિવસમાં ફેરવ્યો છે.આજના આ દિવસે આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ દિવસ હોય છે. તેમનો જનમદિવસ સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે.

કોણ હતાસર્વપલ્લી રાધાકૃષ્ણનન

રાધાકૃષ્ણનન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત અને મહાન દાર્શનિક જ્ઞાની હતા. રાજનીતિમાં આવ્યા  કરતા પહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન એક સમ્માનિક અકાદમિક હતા. તે ઘણી કોલેજોમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવતા હતા,તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન એક સર્વ શ્રેષ્ઠ શિક્ષક રહ્યા છે. તેઓ ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા.

જો કે મોટાભાગના અન્ય દેશો યુનેસ્કો દ્વારા સ્થપાયેલી 5મી ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરે છે. શિક્ષક દિવસ શિક્ષકોનું સન્માન કરવા અને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં અથવા સામાન્ય રીતે સમુદાયમાં તેમના યોગદાનની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે.

ખાસ કરીને આજના આ  દિવસે વિવિધ શાળાઓ-મહાશાળાઓમાં પણ ઠેર-ઠેર ઉજવણી થાય છે. કે.જી, બાલવર્ગના વિદ્યાર્થીઓથી માંડીને ધો-12 અને કોલેજના વિદ્યાર્થીઓ જે-તે વિષયના શિક્ષકની છબીને છાજે તેવા વસ્ત્ર પરિધાન કરી શિક્ષકની ભૂમિકા નિભાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code