શું તમને એકલતાની ગંભીર અસરો વિશે ખબર છે? તો જાણો અને એકલા રહેવાનું ટાળો
આજનો સમય એવો છે કે મોટાભાગના લોકોને એકલા રહેવાનું પસંદ હોય છે, લોકો એકલા રહેતા પણ હોય છે, પણ એકલા રહેવાની મજા શરૂઆતના થોડા સમય પુરતી જ હોય છે અને જ્યારે એકલતા કરડવા લાગે ત્યારે ખબર પડે છે કે એકલતા કેટલીક ખતરનાક અને ભયંકર વસ્તું છે.
મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે એકલતાના કારણે કેટલાક પ્રકારની બીમારી પણ થઈ શકે છે. જો વાત કરવામાં એકલતાથી થતી જોખમી બીમારી અને સમસ્યા વિશે તો ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે લોકો એકલતાનો શિકાર બને છે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી ઘટવા લાગે છે. જ્યારે તે નીચે હોય છે, ત્યારે તમે વાયરલ, શરદી, કફ જેવા અનેક રોગોનો શિકાર થવા લાગે છે.
આ ઉપરાંત એવી ભયાનક બીમારી પણ થવાની સંભાવના રહેલી છે જેના નામથી પણ લોકો ગભરાય છે, એક રીસર્ચમાં એવી વાત પણ સામે આવી છે કે એકલતા પણ કોઈની જિંદગી ગુમાવવાનું કારણ બની શકે છે. વાસ્તવમાં ડિપ્રેશન કે સ્ટ્રેસમાં લોકો મર્યાદા કરતાં વધુ નશો, દારૂ કે સિગારેટનું સેવન કરવા લાગે છે. આ આદત કોઈ ભૂલ નથી પણ કોઈ પાપથી ઓછી નથી, કારણ કે તે આપણા શરીરને ઝડપથી પોકળ બનાવવાનું કામ કરે છે. આવી આદતોને કારણે આવા દર્દીઓ કેન્સરના દર્દી પણ બની જાય છે.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.