ભારતમાં દર વર્ષે 50 હજાર બાળકોને થાય છે આ બીમારી
દરેક માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન તો રાખતા હોય છે, દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સહી-સલામત રહે. આવામાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (RGCIRC), દિલ્હીના કેન્સર નિષ્ણાત દ્વારા ખુબ મહત્વની જાણકારી આપવામાં આવી છે જે પછી કોઈ પણ માતા પિતા પોતાના બાળકનું ધ્યાન વધારે કાળજીથી રાખશે.
નિષ્ણાતના કહેવા પ્રમાણે દેશમાં દર વર્ષે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેન્સરના લગભગ 50,000 નવા કેસ નોંધાય છે. બ્લડ કેન્સર બાળકોમાં સૌથી સામાન્ય છે. જો કે, જો તેનું વહેલું નિદાન કરવામાં આવે અને વિશિષ્ટ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો તે ઠીક થઈ શકે છે. જો બાળકોની જીવનશૈલી સુધારવામાં આવે અને સારી આદતો તેમનામાં કેળવવામાં આવે તો તેઓ ઘણા પ્રકારના કેન્સરથી બચી શકે છે.
પોતાના બાળકને સલામત રાખવા માટે દરેક માતા પિતાએ આ જાણવું જોઈએ કે તેમને જંક ફૂડ ખાવાથી રોકો, લીલા શાકભાજી ખાવાની ટેવ પાડો અને બાળકોને તંદુરસ્ત ખોરાક આપો. દેશમાં ડૉક્ટરો કૅન્સરથી પીડિત 30 ટકા બાળકોને જ બચાવી શક્યા છે. છેલ્લા 30 વર્ષોમાં કેન્સર પીડિત બાળકોના અસ્તિત્વમાં નોંધપાત્ર સુધારો થયો છે અને આજે લગભગ 70 ટકા બાળકોમાં કેન્સરના કેસો સાધ્ય છે.
દેશમાં કેન્સરના 10 થી 15 ટકા દર્દીઓને પૂરતી સારવાર મળે છે. તેથી, તપાસ અને વહેલી સારવાર અંગે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. બાળકોમાં કેન્સરના લક્ષણો સામાન્ય રોગો જેવા જ રહે છે. તેઓ સરળતાથી ઓળખી શકાય છે.