આજે ભાદરવી પુનમ – અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર, અહીં ખાસ રીતે ઉજવાય છે આજનો આ પાવનપર્વ
- આજે ભાદરવી પુનમ હોવાથી અંબાજીમાં ભક્તોની ભીડ
- અંબાજીમાં આજનો પર્વ ખાસ રીતે ઉજવાય છે
અંબાજીઃ- આજે ભાદરવી પુનમ હોવાથી ગુજરાતના મા અંબાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઇમટ્યું છે, અહી ભાદરવી પુન કંઈક ખાસ રીતે ઉજવાય છે અને ભક્તો દરવર્ષે અહી મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે.
આજના ખાસ દિવસે ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યલસ્થાઓ કરાઈ છે ખાસ કરીને મંદિર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ભાવિકોને દર્શન માટે પૂરતી સુવિધા મળે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મંદિરને શણગારીને સરસ તૈયાર કરવામાં આવ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે શક્તિપીઠ અંબાજી માઈભક્તોના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અહી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. ભાદરવી પૂનમના મેળાને લઈને માનવ મહેરામણ ઉમટશે. અહીનો મેળો જોવા રાજ્યભરના લોકો આવતા હોય છે.
આ વખતે મંદિરમાં ધજા તઢાવવાનું કાર્ય પોલીસ કર્મચારીઓ દ્રારા કરવામાં આવશે, મેળો પૂર્ણ થતા જ ધજા ચડાવશે અહીની ભીડને જોતા પોલીસ દ્વારા પણ સુરક્ષા અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
ગુજરાતના અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળામાં મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાં 05 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે.આજે આ મેળાનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતાઓ છે. ભાદરવી પૂનમના મેળાનું અંબાજી ખાતે અનોખું મહત્વ છે. ત્યારે વિવિદ સંઘો સાથે માઇભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.કેટલાક લોકો પગપાળા યાત્રા કરીને અંહી આવી પહોચ્યા છે.
ઉલ્લેખનીય છે કે અહીં સાફસફાઈનું પણ પુરતુ ધ્યાન આપવામાં આવ્યું છે 5 સપ્ટે્મ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળા દરમિયન સ્વચ્છતાના સૈનિકો તરીકે સેવા આપીને મેળાના સ્વચ્છ-સુંદર રાખનાર સફાઇકર્મીઓ અને આ વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ, કર્મચારીઓનો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટનો સંઘ પગપાળા કરી અંબાજી આવ્યો
રાજકોટથી નીકળી બાર દિવસની પદયાત્રા કરી આ સંઘ અંબાજી પહોંચ્યો છે. મહત્વની બાબત એ છે કે દરરોજ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ સંઘ પદયાત્રા કરે છે અને બાર દિવસ બાદ અંબાજી આવી પહોંચે છે. જો કે અંબાજી આવી અને ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમી શક્તિની આરાધના કરે છે અને ત્યારબાદ માઁ અંબાને ધજા અર્પણ કરે છે. આ સંઘની ચારે બાજુ ચર્ચાઓ જોવા મળે છે.