1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શાળાઓના બે લાખ શિક્ષકો પડતર પ્રશ્નેના ઉકેલ માટે 17મીએ માસ CL પર ઉતરશે
ગુજરાતમાં શાળાઓના બે લાખ શિક્ષકો પડતર પ્રશ્નેના ઉકેલ માટે 17મીએ માસ CL પર ઉતરશે

ગુજરાતમાં શાળાઓના બે લાખ શિક્ષકો પડતર પ્રશ્નેના ઉકેલ માટે 17મીએ માસ CL પર ઉતરશે

0
Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે સરકારનું નાક દબાવ્યુ છે. રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોએ જુની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ ગ્રેડ-પે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે રેલીઓ, ધરણા કર્યાબાદ હવે 17મી સપ્ટેમ્બરે શિક્ષકો  માસ સીએલ પર ઉતરશે.

રાજ્યના સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને તેમના સંગઠનો અનેક વખત રજુઆત કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો અને કર્મચારીઓ 17 સપ્ટેમ્બરે એક સાથે માસ સીએલ પર ઉતરશે. એક સાથે સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા સ્કૂલ બંધ રહી શકે છે. જોકે હજુ શિક્ષકો અને કર્મચારીઓ સરકારના નિર્ણય રાહ જોઈ રહ્યાં છે. સરકારના મંત્રીઓની બનેલી સમિતિ માત્ર આશ્વાસન આપીને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી રહ્યા છે. પરંતુ કર્મચારીઓ અને શિક્ષકો જ્યાં સુધી પ્રશ્નો ઉકેલવાની નક્કર ખાતરી આપીને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આંદોલન કરવા મક્કમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોના બે લાખ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જૂની પેન્શન યોજના, 4200 ગ્રેડ પે તથા સાતમા પગાર પંચ સહિતના મુદ્દાને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે.અગાઉ 3જી સપ્ટેમ્બરે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર બાદ 11 સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી કરીને કલેકટરને આવેદન આપ્યું હતું અને હવે 17 સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. તે છતાંય ઉકેલ ના આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેન ડાઉન કરવામાં આવશે. 30 સપ્ટેમ્બરથી શિક્ષકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.

આ અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે અનેક વખત રજૂઆત કરી વિશાળ સંખ્યામાં કલેકટર કચેરીએ જઈને આવેદન આપ્યું છતા અમારા પડતર પ્રશ્નોનો કોઈ ઉકલે લાવવામાં આવ્યો નથી. જેથી અમે હવે માસ સીએલ પર ઉતરીશું. સરકાર અન્ય કર્મચારીઓની માંગણી પુરી કરે છે તો અમારી માંગણી પણ વ્યાજબી છે જે પુરી કરવી જોઈએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code