આફ્રીકાના નામીબિયાથી પ્લેનમાં 10 કલાકની યાત્રા કરીને 8 ચિત્તાને જયપુર અરપોર્ટ પર લવાશે – MPના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં રખાશે ચિત્તાઓ
- આફ્રીકન દેશમાંથી લવાશે 8 ચિત્તા
- પ્રાણીસંગ્રાહલયમાં આ ચિત્તાને રાખાશે
દિલ્હીઃ- ભારત દેશના કેટલાક મોટા પાણી સંગ્રાહલયોમાં બહારથી પ્રાણીઓ લાવવામાં આવે છે ત્યારે આજ શ્રેણીમાં 16 સપ્ટેમ્બરે 70 વર્ષ બાદ ચિત્તાઓ દેશમાં પરત આવી રહ્યા છે. આફ્રિકાથી ખાસ વિમાન દ્વારા 10 કલાકની મુસાફરી કરીને આ 8 ચિત્તાઓ અહી લાવવામાં આવી રહ્યા છે.
આ ચિત્તાઓને દેશના કુનો પાલપુર જતા પહેલા તેમને દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી વિશેષ કાર્ગો પ્લેન દ્વારા જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવશે.બહુ જલ્દી આફ્રિકન ચિત્તા મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં દોડતા જોવા મળશે
નામીબિયાની રાજધાની વિન્ડહોકથી 10 કલાકની મુસાફરી કરીને 17 સપ્ટેમ્બરે એક વિશેષ કાર્ગો પ્લેન દ્વારા જયપુર પહોંચશે અને તે જ દિવસે તેઓને મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં હેલિકોપ્ટરથી લઈ જવામાં આવશે. એક ટાપુથી બીજા ટાપુ પર મોટા પ્રાણીઓના સ્થળાંતર અને પુનઃસ્થાપનની આ વિશ્વની પ્રથમ ઘટના હશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ 8 ચિત્તાઓમાં પાંચ માદા ચિત્તા અને 3 નર ચિત્તાનો સમાવેશ થાય છે. ચિત્તાને વર્ષ 1952માં ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારે આટલા વર્ષ બાદ ફરી ભારતમાં 8 ચિત્તાઓ આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ચિત્તાઓને તેમના જન્મદિવસના અવસર પર ચિતા રિપ્લેસમેન્ટ પ્રોજેક્ટ હેઠળના ઉદ્યાનોમાં બનાવવામાં આવેલા વિશેષ બિડાણમાં છોડશે. પાર્કમાં 6 નાના બિડાણ ઉભા કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્ય મુખ્ય વન સંરક્ષક ચૌહાણે જણાવ્યું હતું કે ચિત્તાઓને 17 સપ્ટેમ્બરે આફ્રિકન દેશ નામિબિયાથી રાજસ્થાનની જયપુર કાર્ગો ફ્લાઈટમાં લાવવામાં આવશે અને તે જ દિવસે વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા ત્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવશે. કુનો-પાલપુર નેશનલ પાર્ક. પાર્ક પહોંચાડાશે.