હવે આ રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણ પર પ્રતિબંધ – વિરોધ છતાં વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ મંજૂર
- કર્ણટાકમાં બળજબરીથી ધર્માંતરણ પર પ્રતિબંધ
- અનેક વિરોધ છતાં વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી પાસ
બેંગલુરુઃ- દદેશમાં દિવસેને દિવસે ઘર્માંતરણની ઘટનાઓ વધતી જઈ રહી છે જેને લઈને એનેક રાજ્યો એ આ અંગે નવા કાયદા નિયમ બનાવ્યા છએ ત્યાકરે વધુ એક રાજ્યએ પણ ઘર્માંતરણને લઈને વિધાનસભામાં બિલ પસાર કર્યું છે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આજે એટલે કે ગુરુવારે કર્ણાટક વિધાન પરિષદમાં વિવાદાસ્પદ ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું હતું.
આ પહેલા ઉત્તર પ્રદેશમાં 2020માં ધર્મના ગેરકાયદેસર રીતે ધર્માંતરણ પર પ્રતિબંધ લગાવતો વટહુકમ પસાર કર્યા બાદ મધ્યપ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ,ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતે સમાન કાયદા પસાર કર્યા હતા.ત્યારે હવે આ યાદીમાં કર્ણાટક રાજ્ય પણ ઉમેરાયું છે.
કર્ણાટકમાં આ બાબતે લઈને વિપક્ષ સતત વિરોધ નોંધાવ્યો અને દલીલ કરી હતી કે આ પ્રકારનો કાયદો બંધારણમાં સમાવિષ્ટ ધર્મની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરશે. તે જ સમયે, સરકારે વિપક્ષના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે “આ કાયદો લોકોને બળજબરીથી ધર્માંતરણથી બચાવશે”.છેવટે હવે આ રાજ્યમાં ધર્માંતરણ પર પ્રતિબંધ રખાયો છે.
ધર્મ સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ બિલ, 2021, જે ધર્માંતરણ વિરોધી બિલ તરીકે જાણીતું છે, જે ડિસેમ્બર 2021 માં કર્ણાટક વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ તે પછી તેને વિધાન પરિષદ સમક્ષ લાવવામાં આવ્યું ન હતું, ત્યાર પછી એમએલસી ચૂંટણી પછી ભાજપે બહુમતી મેળવ્યા બાદ આજે કાઉન્સિલમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે આ બિલ “ગેરકાયદેસર” ધર્માંતરણને પ્રતિબંધિત કરે છે. નવા કાયદા હેઠળ, આ બિલ ખોટી રજૂઆત, બળ, અયોગ્ય પ્રભાવ, બળજબરી, પ્રલોભન અથવા કોઈપણ કપટપૂર્ણ ધર્માંતરણને પ્રતિબંધિત કરવા માટે લાવવામાં આવી રહ્યું છે.
કાયદાનો ભંગ કરનાર સજાને પાત્ર બને છે
કાયદાનું ઉલ્લંઘન કરનારને ત્રણથી પાંચ વર્ષની જેલ અને ₹25 હજારનો દંડ થશે. સગીરનું ધર્માંતરણ કરનારને દસ વર્ષ સુધીની જેલ અને ₹50 હજારના દંડની સજા થઈ શકે છે. સામૂહિક ધર્માંતરણના કિસ્સામાં ₹1 લાખનો દંડ લાદવામાં આવી શકે છે. પુનરાવર્તિત ગુનેગારને ₹2 લાખ સુધીનો દંડ અને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.