આ એવું ગામ કે જ્યાં લોકો મહિનાઓ સુધી સુતા જ રહે છે, શું છે કારણ જાણો
વધુ સુતા લોકોને આજે પણ કુંભકરણની ઉપમા આપવામાં આવે છે કારણ કે કુંભકરણ સૌથી વધુ ઊઁઘ લેનારો વ્યક્તિ ગણા છે, જો કે વિશ્વમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાંના લોકો ખૂબ જ ઊંઘ લેતા હોય છે તેઓ મહિનાઓ સુધી સુઈ રહે છે . અહીના લોકોને કુંભકરણ સાથે સરખાવવામાં આવે છે.
એવું ગામ કે જ્યા લોકો મહિનાઓ સુધી સુઈ રહે છે તેવિચિત્ર ગામનું નામ છે કલાચી.કઝાકિસ્તાનના કાલાચી ગામમાં લોકો ઘણા મહિનાઓ સુધી સૂતા રહે છે. આ કારણે આ ગામને સ્લીપી હોલો વિલેજ પણ કહેવામાં આવે છે. અહીં લોકો ઘણીવાર સૂતા જોવા મળે છે. આ કારણથી આ લોકો પર ઘણા સંશોધનો પણ કરવામાં આવ્યા છે.
આ ગામના લોકો જે વધારે ઊંઘે છે તેના વિશે કહેવાય છે કે, અહીં યુરેનિયમનો ઘણો ઝેરી ગેસ નીકળે છે, જેના કારણે અહીંના લોકો ઊંઘતા રહે છે. યુરેનિયમના ઝેરી ગેસના કારણે આ ગામનું પાણી પણ ખૂબ જ પ્રદુષિત થઈ ગયું છે. વૈજ્ઞાનિકોને તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અહીંના પાણીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ છે, જેના કારણે અહીંના લોકો મહિનાઓ સુધી સૂતા રહે છે.
જો આગામની વસ્તી વિશે વાત કરીએ તો અહી માત્ર અંદાજે 600 લોકો રહે છે. આ લોકોને ઊંઘ્યા પછી કંઈપણ યાદ નથી રહેતું. આ ગામના મોટાભાગના લોકો આ રોગની ઝપેટમાં આવી ગયા છે. અન્ય લોકો દ્વારા કહેવામાં આવે ત્યારે જ આ લોકો વસ્તુઓ યાદ આવે છે.. અહીંના લોકો ગમે ત્યારે અને ગમે ત્યાં સૂવા લાગે છે. અહી ઊંઘની વિચિત્ર વિકૃતિઓથી પીડિત લોકો ચાલવા, જમતી, ન્હાતી વખતે ગમે ત્યારે સૂઈ જાય છે.