કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય પનીર-દહીં ચટણી ખાધી છે, જો નહી તો આજે જ ટ્રાય કરો, જે રોટી અને બ્રેટ સાથે લાગે છે ટેસ્ટી
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈએ પનીર હાંડી કે પનીર કઢાઈ તો ખાધી હશે જો કે આ પ્રકારના શાક બનાવવા માટે ખૂબ મહેનત થતી હોય છે, જો કે આજે પનીરની એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે જેમાં મહત્વની વાત એ છે કે આ શાક નહી પરંતુ પનીરની ચટણી છે. આ ચટણી તમે ઈન્સ્ટન્ટ બનાવીશકો છો અને બ્રેડ તથા રોટલી સાથે ખઆઈ પમ શકો છો.
સામગ્રી
- 100 ગ્રામ – પનીર
- 100 ગ્રામ – દહીં
- 2 ચમચી – લીલા મરચાની વાટેલી પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – લીલા ધાણા જીણા સમાલેરા
- 1 ચમચી – ફુદીનો જીણો સમાલેરો
ચટણી બનાવાની રીત – સૌ પ્રથમ પનીરને જીણું જીણું છીણીલો ,હવે તેમાં મરચાની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીદો, ત્યાર બાદ તેમાં દહી ઉમેરીને બરાબર મિક્સ કરીલો.
હવે આ ચટણીમાં ધાણા અને ફૂદીનો પણ એડ કરીદો ,તૈયાર છે ગેસ વગર જ બનતી ઓછી મહેનતમાં તૈયાર થતી દહી-પનીરની આ ટેસ્ટી ચટણી, તમે તમારા બાળકોને ટીફીનમાં રોટલી સાથે બેર્ડે સાથે આપી શકો છો.