નારીયેળ તેલ,કોફી અને બેસનમાંથી બનાવો આ ફેસપેક, જે તમારી ત્વચા પરના હેર કરશે રિમૂવ અને ત્વચા પર લાવશે ગ્લો
સામાન્ય રીતે આપણે ત્વચા માટે અવનવા મોંધા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ખાસ કરીને સ્કિનને ચમકદાર બનાવવા માટે ઘરેલું નુસ્ખાઓ અપનાવામાં આવે તો તે બેસ્ટ ઓપ્શન છે તેનાથી સ્કિનને નુકશાન પમ નહી થાય તોઆજે આ કુદરતી વસ્તુઓમાંથી એક સરસ મિશ્રણ બનાવવાની રીત અને તેને અપ્લાય કરવાની રીત જોઈશું આ સાથે જ આ પેસ્ટને મોઢા ,હાથ અને પગ પરની ત્વચા પર લગાવી શકાય છે.
સામગ્રી
1 ચમચી – નારિયેળ તેલ
2 ચમચી – બેસન
1 ચમચી – કોફી પાવડર
1 ચમચી – લીબુંનો રસ
2 ચમચી – ચોખાનો લોટ
એક વાટકી લો તેમાં આ તમામ વસ્તુઓને બરાબર મિક્સ કરી દો તૈયાર છે તમારું હોમ મેડ ફેસપેક.આ ફેસપેકને મોઢા પર, હાથ પર અને પગ પર લગાવીને 20 મિનિટ સુધી સુકાવાદો જ્યારે તે તદ્દન સુકાઈ જાય ત્યારે તેને 3 થી 5 મિનિટ હાથથી ઘસીલો .
ફાયદાઓઃ-
આ ફેસપેકને મોઠા પર લગાવાથી તમામારા અનચાહા વાળ દૂર થાય છે, સાથે ત્વચા ગ્લો કરશે, આ સાથે જ બ્લેક હેડ્સ, ખીલ કે પછી કોઈ ડાઘ કે ઘબ્બા હશે તે પણ ઓછા થઈ જાય છે, પરંતુ આ ફેસપેકને મહિનામાં 4 વખત લગાવવો પડશે.ડો તનારી ત્વચા ડલ પડી ગઈ હશે તો આ ફેસપેક લગાવ્યા બાદ સ્ક્રેબ કરવાથી ત્વચાનો વાન ખુલી જશે
આ ફેસપેકને હાથ અને પગની ત્વચા પર લગાવવાથી કાળી પડેલી સ્કિન ગ્લો કરતી થઈ જશે, આ સાથએ જ વેક્સ કરાવ્યા બાદ અવશ્ય આ પેક લગાવીને મસાજ કરો જેથી વાળ જલ્દી આવશે નહી, અને જો તમને હાથ કે પગમાં ખૂબ ઓછી રુંવાટી છે અને તેમે વેક્સ કરાવા માગતા નથી તો તમે આ ફેસપેકને હાથ પગ પર લગાવીને સુકાવી બરાબાર ઘસી લો આમ કરવાથી વાળ દૂર થશે.