કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4,858 નવા કેસ, સક્રિય કેસો પણ 49 હજારથી ઓછા
- કોરોનાના 24 કલાકમાં 5 હજારથી ઓછા કેસ સામે આવ્યા
- સક્રિય કેસો પણ 49 હજારની અંદર આવી પહોંચ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો ઘણા ઓછા થઈ ચૂક્યા છે, જો કે કોરોના સંપૂર્ણ ગયો નથી હાલ પણ અનેક રાજ્યોમાંથી છૂટા છવાયા કેસો નોંધાઈ રહ્યા છે જો કે વિતેલા 24 કલાકમાં કોરોનાના કેસોમાં રાહત સામે આવી છે,આ દરમિયાન 5 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આદરમિયાન કોરોનાના કુલ 4 હજાર 858 નવા કેસ નોંધાયા છે,તો સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સારી જોવા મળે છે જેથી સક્રિય કેસો ખૂબ ઓછા થયા છે,જો કે 24 કલાક દરમિયાન 18 દર્દીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
જો સૌથી વધુ સક્રિ. કેસોની વાત કરીએ તો તે કેરળમાં થછે અહીં 15 હજાર 755 કેસ સક્રિય છે. તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 492 નવા કેસ નોંધાયા છે, જેના કારણે સક્રિય કેસની સંખ્યા 4 હજાર 926 પર પહોંચી ગઈ છે.આ સાથે જ કોરોનાનો સંક્રરમણ 2.76 ટકા નોંધાયો હતો.
આ સાથે જ કોરોનાથી સાજા થવાનો દર લગભગ 98.71 ટકા પર પહોંચી ગયો છે આ સાથે જ સક્રિ. કેસો હવે 48 હજાર 27 જોવા મળી રહ્યા છે.આ સંખ્યા કુલ કેસના 0.11 ટકા છે. દર્દીઓના સાજા થવાનો દર વધીને 98.71 ટકા થયો છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 4 હજાર 735 લોકો કોરોનાથી સાજા થયા છે