કેરળઃ લોન મેળવીને પૈસા કમાવા વિદેશ જવાની તૈયારી કરતા રિક્ષાચાલકને લાગી રૂ. 25 કરોડની લોટરી
બેંગ્લોરઃ કેરલમાં એક રિક્ષા ચાલકેને એક-બે નહીં પરંતુ રૂ. 25 કરોડની લોટરી લાખતા શ્રમજીવી રિક્ષા ચાલકના પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ હતી. રિક્ષા ચાલક રૂ. 3 લાખની લોન લઈને શેફ બનવા માટે મલેશિયા જવાની તૈયારી કરતો હતો. એટલું જ નહીં તેની લોન પણ મંજૂર થઈ ગઈ હતી. તેના એક દિવસ બાદ જ કરોડોની લોટરી લાગતા રિક્ષાચાલક પણ આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો.
તિરુવનંતપુરમના શ્રીવરહમમાં રહેતી અનુપ નામની વ્યક્તિએ શનિવારે જ લોટરીની ટીકીટ ખરીદી હતી. અનૂપએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ તેણે અનેક ટીકીટ લીધી હતી. તેણે પ્રથમ લીધેલી ટીકીટ પસંદ ના આવતા બીજી ટીકીટ લેવા ગયો હતો.
રિક્ષા ચાલકે વધુમાં જણાવ્યું હતું કે, હવે મલેશિયા જવાનું આયોજન રદ કર્યું છે તેમજ બેંકને પણ લોનની ના પાડી દીધી છે. 22 વર્ષતી લોટરીની ટીકીટ ખરીદી રહ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં વધારેમાં વધારે રૂ. 5000ની લોટરી લાગી છે. આ વખતે પણ જીતવાની આશા ન હતી, પરંતુ ફોન ઉપર લોટરી જીતવાનો મેસેજ આવ્યો હતો, પત્નીએ મેસેજ જોઈને લોટરી જીત્યાની જાણ કરી હતી. જો કે, વિશ્વાસ ના થતા જ્યાંથી ટીકીટ લીધી હતી તેની પાસે કન્ફર્મ કર્યું હતું.
ટેક્સ કાપ્યા બાદ હવે અનુપને લગભગ રૂ. 15 કરોડની રકમ મળશે. આ પૈસાથી સૌ પ્રથમ અનૂપ દેવુ ચુકવીને પોતાનું ઘર બનાવવા માંગે છે. તેમજ આર્થિક મુશ્કેલીમાંથી નિકળતા પરિચીતોને મદદ કરવાની સાથે કેટલીક રકમ દાન કરવાનું વિચાર્યું છે. આ ઉપરાંત કેરલમાં જ હોટલ ખોલવાનું વિચારી રહ્યાનું અનૂપે જણાવ્યું હતું.