- મેક્સિકોમાં ભૂકંપના આંચકા
- 7.6ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાની નહીં
દિલ્હી:અમેરિકાના મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 નોંધવામાં આવી હતી.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઘણી ઇમારતો હલી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 1.05 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર મિચોઆકેન રાજ્યના લા પ્લાસિટા ડે મોરેલોસ શહેરમાં જણાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક મીડિયા અનુસાર ભૂકંપના આંચકા રાજધાની મેક્સિકો સિટી સુધી અનુભવાયા હતા. જોરદાર ભૂકંપ બાદ સુનામી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
ભૂકંપના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જેથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. સલામત જગ્યા શોધવા લાગ્યા.સદનસીબે, ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી.
રિપોર્ટ અનુસાર, હકીકતમાં આજથી માત્ર પાંચ વર્ષ પહેલા 19 સપ્ટેમ્બરે મેક્સિકોમાં ભૂકંપ આવ્યો હતો.જેમાં 370 લોકો માર્યા ગયા હતા. દેશના મધ્ય અને દક્ષિણ ભાગોમાં સૌથી વધુ નુકસાન થયું છે. જ્યારે 1985માં પણ 19 સપ્ટેમ્બરે ભૂકંપ આવ્યો હતો.જેણે મોટો વિનાશ કર્યો. આ દુર્ઘટનામાં લગભગ 5 હજાર લોકોના મોત થયા હતા.