કિચન ટિપ્સઃ- નવરાત્રીના ઉપવાસમાં જો સ્વિટ ખાવાનું મન હોય તો આ ખીર ટ્રાય કરો
સાહિન મુલતાનીઃ-
હવે 26 તારીખની નવલી નવરાત્રી શરુ થઈ રહી છે,માતાજીની ઉપાસના અને ઉપવાસ કરવાનો આ તહેવારક છે,મોટા ભાગના લોકો ઉપવોસ કરતા હોય છે જો કે ઉપવાસમાં ઘણી બધી વસ્તુઓ તમે ખાઈ શકો છો પરમતુ જો તમને ખીર ખાવાનું મન હોય તો રાઈસ અને સવ તો ખવાતી નથી ત્યારે તમે આ સાબુદાણાની ઘટ્ટ ખીર ટ્રાય કરી શકો છો,જે ડ્રાયફ્રૂટથી ભરપુર અને સ્વાજિષઅટ હોય છે.
સામગ્રી
- 100 ગ્રામ – સાબુદાણા
- 500 ગ્રામ – દૂધ
- 50 ગ્રામ – કાજૂ બદામ જીણા સમારેલા
- 4 ચમચી – ખાંડ
સૌ પ્રથમ એક મોટા વાસણમાં પાણી લો તેમાં સાબુદાણેન અંદાજે 4 થી 5 કલાક સુધી પલાળઈ રાખો
ત્યાર બાદ હવે સાબુદાણાને બે પાણી વડે ઘોઈલો,
હવે એક જાડા તળીયા વાળઈ તપેલીમાં દૂધ ગરમ કરવા રાખીદો, દૂધ ગરમ થાય. એટલે તેમાં સાબૂદાણા એજ કરીને ગેસની ફ્લેમ ઘીરી કરી દો
હવે ઘીમા ગેસ પર જ 15 થી 20 મિનિટ આ ખીરને ઉકાળતા રહો વચ્ચે વચ્ચે ચમચા વડે ફેરવતા રહો જેથી ખીર ચોંટે નહી, ત્યાર બાદ તેમાં ખઆંડ એડ કરીદો
વહે ખાંડ એડ કર્યા બાદ ખીરને વધુ 10 મિનિટ ઉકાળઈ લો, આમ કરવાથી સાબુદાણા દૂધમાં એકદન સારી રીતે મિક્સ થઈ જશે અને ખીર ઘટ્ટ બનશે,
હવે 10 મિનિટ બાદ ગેસ બંધ કરીને તેમાં કાજૂ અને બદામ એડ કરીદો તૈયાર છે સાબુદાણાની ખીર આ ખીર ઉપવાસમાં ખાવાથી દિવસ દરમિયાન એનર્જી બની રહે છે
જો તમે ઈચ્છો તો રાત્રે સાબુદાણાને પાણીમાં પલાળવા રાખી દો અને સવારે પણ ખીર બનાવી શકો છો.