વધુ એક ઈ-વાહન આગની લપેટમાં – યુપીના બરેલીમાં ચાર્જિંગ કરતા વખતે ઈલેક્ટ્રિક બસમાં થયો વિસ્ફોટ
- બરેલીમાં ચાર્જિંગ કરતા વખતે ઈલેક્ટ્રિક બસમાં થયો વિસ્ફોટ
- એક વ્યક્તિનું મોત અને બે લોકો થયા ઘાયલ
લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી ઈલેક્ટ્રિક વાહનોમાં બ્લાસ્ટ થવાની કે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, થોડા સમય પહેલા ઈલેક્ટ્રીક ટૂ વ્હીલરમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે હવે ઉત્તરપ્રદેશના બરેલીમાં ઈલેક્ટ્રિક બસમાં બ્લોસ્ટ થવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બરેલીના ફોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર બસ જ્યારે ચાર્જિંગમાં લાગેલી હતી તે દરમિયાન બસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, આ ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે.જાણકારી પ્રમાણે ઘટનામાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઇલેક્ટ્રિક બસમાં વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી.
ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રિક બસમાં વિસ્ફોટની આ ઘટનાની છે. આ જ વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન પર ઈલેક્ટ્રિક બસ ચાર્જિંગમાં વ્યસ્ત હતી. તે જ સમયે બસમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જ્યારે તેની ચપેટમાં આવતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં બ્લાસ્ટ થતાં ઘટના સ્થળે ભયનો માહોલ સર્જાયો હતો.
બરેલીના પોલીસ સ્ટેશન વિસલ્તારમાં ઇલેક્ટ્રિક બસમાં વિસ્ફોટની ઘટના ત્યારે બનવા પામી હતી કે જ્યારે ચાર્જિંગ સ્ટેશન પર ઈલેક્ટ્રિક બસ ચાર્જિંગમાં જોડાયેલી હતી. તે જ સમયે બસમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની ઝપેટમાં આવતા જ એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે ઊભેલા લોકો આ જોઈને ભયભીત બની ગયા હતા.