PM મોદીના પસંદગીના ભાષણોના સંગ્રહનું દિલ્હીના આકાશવાણી ભવન ખાતે આવતી કાલે વિમોચન કરાશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પસંદગીના ભાષણોનું વિમોચન
- આવતી કાલે દિલ્હી આકાશવાણી ભવન ખાતે વિમોચન કરાશે
દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પસંદગીના ભાષણોના સંગ્રહનું આવતીકાલે 23 સપ્ટેમ્બર શુક્રવારના રોજ નવી દિલ્હીના આકાશવાણી ભવનમાં વિમોચન કરવામાં આવશે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ નામનું પુસ્તક નવા ભારતના વડા પ્રધાનના વિઝનને રજૂ કરે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા 23મી સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર આયોજિત કાર્યક્રમમાં બહાર પાડવામાં આવશે.પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમનું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા કરવામાં આવશે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે છે’ આસાથે જ દસ વિષયોના ક્ષેત્રોમાં વિભાજિત, આ ભાષણો વડા પ્રધાનના ‘નવા ભારત’ના વિઝનને પ્રતિબિંબિત કરે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પસંદગીના ભાષણોનું આ સંકલન 130 કરોડ ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓ દ્વારા નવા ભારતના નિર્માણનો સારાંશ છે. આ સંગ્રહ વિવિધ વિષયો પર મે 2019 થી મે 2020 સુધીના વડા પ્રધાનના 86 ભાષણો પર કેન્દ્રિત છે.