ગુજરાતના અશોકકુમાર પટેલ તથા દિલિપભાઈ પુરોહિતને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત કરાયા
અમદાવાદ:ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન વર્ષ 2020-2021 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો એનાયત કર્યા હતા.આ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર તેમજ યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતના અશોકકુમાર હરગોવનભાઈ પટેલે તથા દિલિપભાઈ અમીરામભાઈ પુરોહિતને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત થયા હતા.
ગુજરાતના આ પુરસ્કાર વિજેતાઓમાં સામેલ અશોકકુમાર હરગોવનભાઈ પટેલે એનએસએસ કાર્યક્રમ અધિકારીએ પલાવાસણા, સમેતરા, પલોદર, બમોસણા, ચવેલી અને મહેસાણા સ્લમ ક્ષેત્રના હાંસિયામાં રહેલા અને ગરીબ લોકો માટે કામ કર્યુ. તેમના નેતૃત્વમાં, એનએસએસ એકમે પણ સામુદાયિક સ્વાસ્થ્ય, કેશલેસ ઈન્ડિયા, નશામુક્તિ અને બાળ સ્વાસ્થ્ય પર જનજાગૃતિ પેદા કરવા માટે ઓએનજીસી લિમિટેડથી 2 લાખ રૂપિયાની રકમ એકત્ર કરી હતી. એનએસએસ એકમે 900 વૃક્ષો વાવવાનું બીડું પણ ઉઠાવ્યું, રક્તદાન શિબિર આયોજિત કરીને 243 યુનિટ રક્ત એકત્ર કર્યુ અને વિવિધ સામાજિક મુદ્દાઓ અને સરકારી મુખ્ય કાર્યક્રમો પર 150થી વધુ જાગરૂકતા રેલીઓ અને અભિયાનોનું આયોજન કર્યુ હતું.
જ્યારે અન્ય વિજેતા દિલિપભાઈ અમીરામભાઈ પુરોહિત, આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તેમજ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર, ગુજરાતના એનએસએસ સ્વયંસેવક છે, જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરી હતી અને વિવિધ શિબિરો અને ગ્રામીણ વિકાસ ગતિવિધિઓમાં પણ ભાગ લીધો હતો. તેમણે સ્કૂલે જનારા એક બાળકને દુર્ઘટનાથી બચાવ્યો હતો. તેમણે 225 પાણીના વાસણો અને 300 કચરાપેટીઓનું વિતરણ કર્યુ હતું. તેમણે જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ પ્રદાન કર્યુ છે. આ ઉપરાંત, તેમણે ઉજ્જવા યોજના, પ્રધાનમંત્રી જીવન વીમા યોજના, ડિજિટલ સાક્ષરતા અને કેશલેસ ઈન્ડિયા વગેરે જેવી સરકારી યોજનાઓ વિશે જનજાગૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિ નિભાવી. તેમણે વર્ષ 2020-21 માટે વિશ્વવિદ્યાલય સ્તરનો સર્વશ્રેષ્ઠ એનએસએસ સ્વયંસેવી પુરસ્કાર પ્રાપ્ત કર્યો.