ગુલામનબી આઝાદે પોતાની ‘ડેમોક્રેટિક આઝાદ નામની પાર્ટી’નું એલાન કર્યું – નવી પાર્ટીના ઝંડાનું કર્યું અનાવરણ
- ગુલામનબી આઝાદે પોતાની પાર્ટીની જાહેરાત કરી
- પાર્ચટીનું નામ રાખ્યું ડેમોક્રેટિક આઝાદ પાર્ટી
દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાંથી બહાર થયેલા નેતા ગુલામ નબી આઝાદ પોતાની પાર્ટી બનાવી શકે છે તેવી અટકળો હતી ત્યારે છેવટે હવે તેમણે આ અટચકળોનો અંત લાવ્યો છે અને પોતાની પાર્ચીનું એલાન કર્યુ છે.
ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આ પ્રસંગે તેમણે પોતાની નવી પાર્ટીના ઝંડાનું અનાવરણ પણ કર્યું હતું. ધ્વજના ત્રણ રંગો વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, સરસવનો રંગ સર્જનાત્મકતા અને વિવિધતામાં એકતા દર્શાવે છે, સફેદ શાંતિ સૂચવે છે અને વાદળી રંગ એ સ્વતંત્રતા, ખુલ્લી જગ્યા, કલ્પના અને દરિયાઈની ઊંડાઈછી આકાશની ઊંચાઈ સુધીનો સંકેત આપે છે
ઉલ્લેખનીય છે કે આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું.વિતેલા દિવસને રવિવારના રોજ તેઓ શ્રીનગર પહોંચ્યા હતા જ્યા તેમણે કહ્યુંહચું કે તેઓ આવતી કરાલે પોકતાની પાર્ટીની જાહેરાત કરશે.
આ સાથે જ આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સમાવેશ પામી શકે છે. તેમણે પાર્ટીમા નામને લઈને જનતા પાસેથી આ પહેલા સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કર્યું છે.