કિચન ટિપ્સઃ- અળવીના પાનના પકોડા બનાવવા માટે જોઈલો આ ઈઝી રીત, ક્રિસ્પી અને ટેસ્ટી બનશે પકોળા
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈએ પાતળા તો ખાધા જ હશે જો કે આ પત્તરવેલીના પાન એટલે કે અળવીના પાનના પકોડા પમ ખૂબ સરસ બને છે, ભજીયાની જેમ તેના પકોડા બનાવવામાં આવે છે તો ચાલો જોઈએ અળવીના પાનના કપોડા બનાવાની રીત
સામગ્રી
- 4 થી 5 નંગ અળવીના પાન
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1 ચમચી આદુની પેસ્
- 4 ચમચી લીલા મરચાની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- પા ચમચી અજમો
- જરુર પ્રમાણે હળદર
- 200 ગ્રામ બેસન
- 1 કપ ચોખાનો લોટ
- 1 ચમચી લીબુંનો રસ
- તેલ તળવા માટે
સૌ પ્રથમ અળવીના પાનને બરાબર ઘોઈ લો, ત્યાર બાદ તેની રગ કાઢીલો અને આ પાનને ગોળ રિંગ વાળીને કાતર વડે પાતળી પાતળી પટ્ટીઓ કાપીલો,
હવે એક મોટૂ વાસણ લો તેમાં સમારેલા પાન લો તેમાં હવે આદુ,મરચા,લસણ. અજમો, હરદળ, મીઠું બેસન અને ચોખાનો લોટ નાખીને બરાબર મિક્સ કરીલો
ત્યારે બાદ તેમાં ઘધીરે ઘીરે પાણી એડ કરો પાણી ચમચીથી નાખવું કારણ કે પાણી એટલું જ એડ કરવું જોઈએ કે પાનની પટ્ટીઓ પર લોટ ચીપકી જાય,તેમાં લીબુંનો રસ પણ એડ કરી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો,તેલ ગરમ થાય ઠએલે પાતળાની પટ્ટીને છૂટ્ટી છૂટ્ટી પડી જાય તે રીતે તેલમાં તળીલો, તૈયાર છે અળવીના પાનના પકોળા, આ પકોડા તમે સોસ સાથે ખાય શકો છો,અને ચટણી સાથે ખાય શકો છો.