નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીત્યા બાદ ભારતીય ટીમ હવે નવા પડકાર માટે તૈયાર છે. બુધવારથી (28 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ ઉપરાંત ત્રણ વનડે પણ રમાશે, પરંતુ તમામની નજર ટી-20 શ્રેણી પર રહેશે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારતની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આ છેલ્લી શ્રેણી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મહિનામાં આ બીજી T20I શ્રેણી છે. આ વર્ષે જૂનમાં આફ્રિકાની ટીમ પાંચ મેચ રમવા ભારત આવી હતી. આ શ્રેણી 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. એક મેચમાં પરિણામ આવ્યું ન હતું. બંને ટીમો વચ્ચેની છેલ્લી બે શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ છે. આ વર્ષે જૂન પહેલા, સપ્ટેમ્બર 2019 માં, ભારતમાં ત્રણ મેચોની શ્રેણી 1-1 થી બરાબર થઈ હતી. બંને ટીમો વચ્ચે લગભગ 20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ આઠ મેચ જીતી હતી. એક મેચમાં પરિણામ આવ્યું ન હતું.
- ટી-20 સીરિઝ
મેચ તારીખ સ્થળ સમય
પ્રથમ 28મી સપ્ટેમ્બર તિરુવનન્તપુરમ સાંજે 7 કલાક
બીજી 2 ઓક્ટોબર ગુવાહાટી સાંજે 7 કલાક
ત્રીજી 4 ઓક્ટોબર ઈન્દોર સાંજે 7 કલાક
- વન-ડે સીરિઝ
મેચ તારીખ સ્થળ સમય
પ્રથમ 6 ઓક્ટોબર લખનૌ 1.30 કલાક
બીજી 9 ઓક્ટોબર રાંચી 1.30 કલાક
ત્રીજી 11 ઓક્ટોબર દિલ્હી 1.30 કલાક
(PHOTO-FILE)